રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા માર્કેટયાર્ડમાં તમાકુની હરાજીના શ્રીગણેશ : પ્રથમ દિવસે જ 55 હજાર બોરીની આવક

ડીસા માર્કેટયાર્ડમાં તમાકુની હરાજીના શ્રીગણેશ : પ્રથમ દિવસે જ 55 હજાર બોરીની આવક

પ્રતિ મણના 1300 થી રૂ.2500 સુધીના ભાવ મળતા ખુશી

ઉત્તર ગુજરાતમાં તમાકુના હબ તરીકે જાણીતા ડીસા માર્કેટયાર્ડમાં આજથી નવી તમાકુની આવકના શ્રીગણેશ થયા છે. સીઝનના પ્રારંભે જ યાર્ડ તમાકુની બોરીઓથી ઉભરાયું હતું અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂત આલમમાં હરખની હેલી જોવા મળી રહી છે.આજે નવી સીઝનના પ્રથમ દિવસે ડીસા માર્કેટ યાર્ડમાં અંદાજે 50 થી 55 હજાર બોરી તમાકુની આવક નોંધાઈ હતી. ભાવની વાત કરીએ તો, ખેડૂતોને પ્રતિ 20 કિલો (એક મણ) દીઠ રૂ 1300 થી 2500 સુધીના ઊંચા ભાવ મળ્યા હતા. 

ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં કુલ 9542 હેક્ટર વિસ્તારમાં તમાકુનું વાવેતર થયું છે, જેને જોતા આગામી દિવસોમાં આવકમાં હજુ પણ મોટો વધારો થવાની શક્યતા છે.માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતોને કોઈ અગવડ ન પડે અને પારદર્શક રીતે હરાજી થાય તે માટે બજાર સમિતિ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન. જોષીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ખેડૂતોને તેમના માલના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે તાલીમબદ્ધ ઓક્શનર દ્વારા હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ખેડૂતોની સુવિધા અને દેખરેખ માટે યાર્ડનું વહીવટી તંત્ર પૂરેપૂરું સજ્જ છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે શરૂઆતથી જ સારા ભાવ મળતા ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે.  ડીસાયાર્ડમાં માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ આસપાસના અન્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો તમાકુ લઈને ઉમટી રહ્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર