રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ14 મે, 2026| Super Admin

પાટણમાં ‘ગઠિયા’ ગિરાક: દેવિકા ગોલ્ડ પેલેસમાંથી ત્રણ મહિલાઓ સોનાની કડીઓ ચોરી ફરાર

પાટણમાં ‘ગઠિયા’ ગિરાક: દેવિકા ગોલ્ડ પેલેસમાંથી ત્રણ મહિલાઓ સોનાની કડીઓ ચોરી ફરાર

પાટણની દેવિકા ગોલ્ડ પેલેસ નામની દુકાનમાથી ત્રણ મહિલાઓ ગ્રાહક બની સોનાની કડીઓ લઈ ફરાર થઇ ગઈ હતી. જોકે દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં આ ત્રણેય મહીલાઓ કેદ થઈ હોઈ વેપારીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી મહિલાઓને ઝડપી લેવા ચક્રો ગતિશીલ બનાવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. 

પાટણ શહેરના બજાર વિસ્તારમાં આવેલી દેવીકા ગોલ્ડ પેલેસ નામની સોના-ચાંદીની દુકાનમાંથી રૂ. 40,હજારની કિંમતની સોનાની બે જોડ કડીઓની ચોરી ત્રણ અજાણી મહિલાઓએકરી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને પાટણ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઉત્સવ નગર સોસાયટીમાં રહેતા અને દેવીકા ગોલ્ડ પેલેસના માલિક ચિરાગ સોનીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમણે પોલીસને જણાવ્યું કે, ગત 15 એપ્રિલ, 2026ના રોજ સાંજે તેઓ દુકાને હાજર હતા ત્યારે ત્રણ અજાણી મહિલાઓ દાગીના ખરીદવાના બહાને દુકાનમાં પ્રવેશી હતી.

આ મહિલાઓએ લગભગ અડધો કલાક સુધી દુકાનમાં વિવિધ દાગીના જોયા હતા. જોકે, તેમને કોઈ ડિઝાઇન પસંદ ન હોવાનું કહીને તેઓ દુકાનમાંથી નીકળી ગઈ હતી. દુકાન બંધ કરતી વખતે સ્ટોકની ગણતરી કરતાં સોનાની બે જોડ કડીઓ (કુલ ચાર નંગ) ઓછી જણાઈ હતી. આ કડીઓનું વજન આશરે 3 ગ્રામ અને તેની અંદાજિત કિંમત રૂ. 40,000 છે. દુકાનદારે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતાં તેમાં સ્પષ્ટ દેખાયું હતું કે, દાગીના જોતી વખતે તેમાંથી બે મહિલાઓએ નજર ચૂકવીને સોનાની કડીઓ પોતાના કપડામાં છુપાવી દીધી હતી. વેપારીએ પોતાની રીતે તપાસ કર્યા બાદ આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પાટણ પોલીસે અજાણી મહિલાઓ વિરુદ્ધ  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#patan#CCTV camera

સંબંધિત સમાચાર