બાયડ શહેરમાં ગઈકાલે રાત્રે થયેલા 3 ઈંચથી વધુ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. સૌથી વધુ અસર લાખેશ્વરી વિસ્તારમાં જોવા મળી રહી છે. નીચાણવાળા લાખેશ્વરી વિસ્તારમાં મોટા ભાગના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તારના રહેવાસીઓ છેલ્લા ત્રણ વર્ષથી દર ચોમાસે આવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. બાયડ નગરપાલિકાએ ચોમાસા પહેલા પ્રી-મોન્સૂન કામગીરી કરી હોવાનો દાવો કર્યો હતો. પરંતુ પહેલા વરસાદમાં જ પાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ છે. વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાને કારણે રસ્તાઓ પર તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક રહેવાસીઓએ પાલિકાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમની માંગ છે કે વરસાદી પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી દર વર્ષે આવી પરિસ્થિતિ ન સર્જાય.
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
બાયડમાં ત્રણ ઇંચ વરસાદથી પાણી પાણી; પાલિકાની કામગીરી સામે પ્રશ્નો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Local Governance#infrastructure failure#Resident Complaints#Rainwater Disposal#Municipal Performance#Urban Flooding#Monsoon Rainfall#Flooded Roads#Public Discontent#Civic Accountability#Bayad City#Lakheshwari Area#Pre-Monsoon Work#Recurring Monsoon Issues#Drainage System Demand
સંબંધિત સમાચાર
અરવલ્લીશામળાજી: ગલીસેમરોમાં મકાઈ-જુવાર વચ્ચે વાવેલો ₹43.12 લાખનો ગાંજો ઝડપાયો
3 દિવસ પહેલા
અરવલ્લીતેરા તુજ કો અર્પણ: શામળાજી પોલીસે રૂ. 60 હજારનો ગુમ થયેલો આઈફોન શોધી માલિકને પરત સોંપ્યો
6 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં વિકસિત ભારત સંકલ્પ સભા: મોડાસામાં મશાલ રેલી યોજાઈ
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીશામળાજીના પાલ્લા ગામે તસ્કરોનો આતંક : એક જ રાતમાં 5 મકાનોના તાળાં તૂટ્યા
1 અઠવાડિયા પહેલા
