અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાથી શામળાજી જતા મુખ્ય માર્ગ પર મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. તહેવારોની મોસમમાં આ માર્ગ પરથી મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે, ત્યારે રસ્તા પર પડેલા જોખમી ખાડાઓને કારણે ગંભીર અકસ્માત સર્જાવાનો સતત ભય તોળાઈ રહ્યો છે.
ભારે વાહનોની અવરજવર અને સમયસર મરામત ન થવાના કારણે આ રોડની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ખાસ કરીને તહેવારોના દિવસોમાં વધતા ટ્રાફિક વચ્ચે વાહનચાલકોને ખાડામાંથી વાહન કાઢતી વખતે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક નાગરિકો અને મુસાફરો દ્વારા તંત્ર સમક્ષ વહેલી તકે રસ્તાનું સમાકામ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.





