રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અરવલ્લી જિલ્લા સહકારી સંઘ દ્વારા મોડાસા ખાતે સહકાર સપ્તાહ ઉજવણીનો પ્રારંભ

અરવલ્લી જિલ્લા સહકારી સંઘ દ્વારા મોડાસા ખાતે સહકાર સપ્તાહ ઉજવણીનો પ્રારંભ

73 મા સહકાર સપ્તાહની ઉજવણીનો શુભારંભ અરવલ્લી જિલ્લા સહકારી સંઘ, મોડાસા ખાતે સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા સંઘના ઉપાધ્યક્ષ પ્રજ્ઞેશભાઈ ગાંધીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો. આ પ્રસંગે સહકારી સપ્તરંગી ધ્વજ ફરકાવી શુભારંભ કરાવતાં સંઘના અધ્યક્ષ  પ્રભુદાસભાઈ પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષે સહકાર સપ્તાહની ઉજવણી વિશેષ રીતે કરવામાં આવે છે. આપણે આ ઉજવણી ગત કેટલાંક વર્ષોથી જુદા જુદા તાલુકા મથકો પર જુદી જુદી સહકારી સંસ્થાઓમાં કરવાની નવી પહેલ કરી છે, જે કાર્યકરોમાં ઉત્સાહ પ્રેરનાર બની રહી છે. 

આ પ્રસંગે વક્તવ્ય આપતા જણાવવામાં આવ્યું હતું કે ભારતની આઝાદી બાદ આત્મનિર્ભર બનવા જોવાયેલ સ્વપ્ન સાકાર કરવામાં સહકાર એક ઉત્તમ માધ્યમ પુરવાર થયું છે. તાજેતરમાં જ ભારતની સહકારી પ્રવૃત્તિઓ દેશના યશસ્વી ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની સો કરતાં વધુ નવીન પહેલો દ્વારા દેશનું ગૌરવ બની છે. ભારતના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ સહકારી પ્રવૃત્તિને સમજીને સહકારી મંત્રાલય અલગ કરીને આત્મનિર્ભર ભારત નિર્માણ માટે 'સહકાર થી સમૃદ્ધિ'નું સ્વપ્ન જોઈ આપણા સૌ સહકારી ક્ષેત્રના લોકો પર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે આપણે તેને સાર્થક કરી બતાવવાનો આ સમય છે.

કાર્યક્રમના પ્રારંભે સંઘના શ્રી હરિપ્રસાદ જોશીએ સહકાર સપ્તાહની ઉજવણી વિશે માહિતી આપી કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ કરી હતી. આ પ્રસંગે મોટી ઇસરોલ દૂધ મંડળીના ચેરમેન શ્રી રમેશભાઈ પટેલ, ઓડિટર શ્રી એસ.ડી. ઠાકોર, અરવલ્લી જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘના મેનેજર  ભાનુભાઈ પટેલ, તાલુકાની સહકારી સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ અરવલ્લી જિલ્લા સહકારી સંઘના સર્વે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર