રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ22 ઑગસ્ટ, 2025| Super Admin

આગામી તા. ૨૯ થી ૩૧ ઓગષ્ટ પાટણ ખાતે ત્રી- દિવસીય જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાશે

આગામી તા. ૨૯ થી ૩૧ ઓગષ્ટ પાટણ ખાતે ત્રી- દિવસીય જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાશે
વિવિધ રમત નિદર્શન, રમતગમત સ્પર્ધા અને સાયકલ રેલી જેવા કાર્યક્રમો યોજાશે મહત્તમ લોકોને સહભાગી બનવા જિલ્લા કલેકટરની અપીલ; આગામી તા.૨૯ મી ઓગષ્ટે ગુજરાતમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવશે. પાટણમાં જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત ૨૯, ૩૦ અને ૩૧ ઓગષ્ટે ત્રી દિવસીય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર તુષાર ભટ્ટે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંગે શુક્રવારે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, જિલ્લામાં ૨૯, ૩૦ અને ૩૧ ઓગષ્ટે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ ભારતના મહાન હોકી પ્લેયર મેજર ધ્યાનચંદની યાદમાં તેમના જન્મદિવસે ૨૯ ઓગષ્ટે યોજવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન ગુજરાતમાં થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે રમત ગમતનું મહત્વ વધે અને લોકો ફિલ્ડ એકિટિવીટીમાં ભાગ લેતા થાય એવા ઉદ્દેશથી સરકાર દ્વારા આ ઉજવણી કરવામાં આવી રહી છે એમ જણાવી મહત્તમ લોકોને સહભાગી બનવા અપીલ કરી હતી. પ્રથમ દિવસે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પાટણ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત વિવિધ રમત ગમત નિદર્શન યોજાશે. જેમાં મહાનુભાવો સહિત રમતવીરો ભાગ લેશે. બીજા દિવસે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રમતો રમાશે. જ્યારે ત્રીજા દિવસે વહેલી સવારે રમત ગમત સંકુલ થી પોલીસ હેડ ક્વાર્ટર સુધી સાયકલ યાત્રા યોજાશે. ત્રી દિવસીય ઉજવણીમાં દોડ,લાંબી કૂદ, વોલીબોલ,ગોળા ફેંક,સાતોડિયું, કુશ્તી,બેડમિંટન,રસ્સા ખેંચ,લીંબુ ચમચી,સંગીત ખુરશી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાશે.

સંબંધિત સમાચાર