રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

વાવ-થરાદ જિલ્લા પંચાયતના પ્રથમ મહિલા પ્રમુખે પદભાર સંભાળ્યો

વાવ-થરાદ જિલ્લા પંચાયતના પ્રથમ મહિલા પ્રમુખે પદભાર સંભાળ્યો

 વાવ-થરાદ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રથમ મહિલા પ્રમુખ તરીકે  રત્નીબેન હરચંદભાઈ પરમારે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળ્યો છે. આ પ્રસંગે શુભેચ્છા આપવા વાવના રાણા ગજેન્દ્રસિંહ આવી પહોંચ્યા હતા. અને નવનિયુક્ત પ્રમુખ રત્નીબેન પરમારને પુષ્પગુચ્છ અર્પણ કરી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી. પદભાર ગ્રહણ કર્યા બાદ રાણા ગજેન્દ્રસિંહજીએ આશા વ્યક્ત કરી હતી કે, રત્નીબેનના નેતૃત્વમાં વાવ-થરાદ પંથક વિકાસના નવા આયામો સર કરશે. અને લોકહિતના કાર્યોને નવી ગતિ મળશે ​આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત પ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર