રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં પેટ્રોલ-ડીઝલની સંગ્રહખોરી કરનારા સામે તંત્રની લાલ આંખ

પાટણમાં  પેટ્રોલ-ડીઝલની સંગ્રહખોરી કરનારા સામે તંત્રની લાલ આંખ

પાટણ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની અછત ન સર્જાય અને લોકોને સરળતાથી ઈંધણ મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ અને પેટ્રોલપંપ એસોસિએશન સાથે તાત્કાલિક બેઠક યોજાઈ હતી.તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, સંગ્રહખોરી, કાળાબજારી અથવા કૃત્રિમ અછત ઊભી કરનારાઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.બેઠકમાં ઇન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ, હિંદુસ્તાન પેટ્રોલિયમ, નાયરાએનર્જી અને JIO-BPના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કલેક્ટરે તમામ પેટ્રોલપંપ પર સમયસર પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા સૂચના આપી હતી. સાથે જ વાહનની ટાંકી સિવાય ડબ્બા કે અન્ય રીતે વધારાનું ઈંધણ ન આપવા પંપ સંચાલકોને સૂચના આપવામાં આવી હતી. તંત્રએ જણાવ્યું હતું કે ગભરાટમાં આવી લોકો અનાવશ્યક સંગ્રહ ન કરે. નિયમોના ભંગ બદલ જરૂરી ચીજવસ્તુઓ અધિનિયમ-1955 અને કાળાબજારી નિવારણ અધિનિયમ-1980 હેઠળ તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર