બનાસકાંઠા3 મે, 2025
બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય,પેટા અને વિભાજીત થયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા તંત્રની કવાયત શરૂ

બનાસની 70 ટકાથી વધુ ગ્રામ પંચાયતો હાલ વહીવટદારોના ભરોસે; વિકાસ કામો પર અસર
વાવ-થરાદ જિલ્લાની વિધિવત રચના બાદ ચૂંટણી થાય તો ગ્રામ પંચાયતો પણ બન્ને જિલ્લામાં વિભાજીત થઈ જશે
રાજસ્થાનની દક્ષિણે અને ગુજરાતની ઉત્તરે આવેલ બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યના ત્રણ મોટા જિલ્લાઓ પૈકીનો એક છે. આ જિલ્લામાં રાજ્યના સૌથી વધુ એવા 14 તાલુકાઓ આવેલા છે. તેમજ અંદાજિત 38 લાખ જેટલી વસ્તી વસવાટ કરે છે અને મોટા ભાગની પ્રજા ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે. તેથી આ જિલ્લામાં આવેલ 980 જેટલી ગ્રામ પંચાયતોનો યોગ્ય વહીવટ થાય તે અત્યંત જરૂરી છે. ગ્રામ પંચાયતોના વહીવટને સુનિશ્ચિત કરવા સ્થાનિક સ્વરાજની ચૂંટાયેલી બોડી કાર્ય કરતી હોય છે. પરંતુ ઘણા લાંબા સમયથી બનાસકાંઠા જિલ્લાની 70 ટકાથી વધુ ગ્રામ પંચાયતોમાં પંચાયત બોડીની ટર્મ પૂરી થઈ ગઈ હોવાથી આવી તમામ ગ્રામ પંચાયતોમાં રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલ અધિકારીઓ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળે છે. પંચાયત બોડી અમલમાં નહીં હોવાથી સરકાર તરફથી ગ્રામ પંચાયતોને મળતી ગ્રાન્ટ અને તેને લીધે થતા અનેકવિધ વિકાસ કામો ખોરંભે ચડ્યા છે. જો કે હાલમાં રાજ્ય સરકારે આગામી જૂન મહિના આસપાસ તમામ ખાલી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી તેમજ પેટા ચૂંટણી યોજવા માટેની પ્રક્રિયા હાથ ધરતા આ સમસ્યાનો ટૂંકા ગાળામાં અંત આવે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે.
ટેગ્સ:#Local Self-Government#Banaskantha District#Rural Development#Public Administration#Gram Panchayat Elections#Election Preparations#Vav Tharad District#Administrative Challenges#State Election Commission#Talukas in Banaskantha#Government Administrators#Population of Banaskantha#Panchayat Act#Mahatma Gandhi's Vision#Community Governance#Election Timeline#Rural Areas#Notification for New District
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
8 કલાક પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
1 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
