થરાદ પોલીસ દ્વારા પ્રોહીબીશન લગત પેટ્રોલિંગ દરમિયાન રાહ ગામ પાસે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાહ–લવાણા–થરા ત્રણ રસ્તા નજીકથી અલ્ટો કારમાંથી વિદેશી દારૂની નંગ ૭૨૦ બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, થરાદ પોલીસ સ્ટેશનના સ્ટાફ પ્રોહી લગત પેટ્રોલિંગમાં હતા ત્યારે શંકાસ્પદ અલ્ટો ગાડી (રજી.નં. GJ18BN3381)ને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૨૦ બોટલો કિ.રૂા. ૧,૩૮,૯૬૦/-ના મુદ્દામાલ સાથે મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, અલ્ટો કાર તથા એક મોબાઈલ મળી કુલ કિ.રૂા. ૨,૯૮,૯૬૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ડેરાફેરી દરમિયાન ચાલક ઈસમને કાબૂમાં લઈ તેની વિરુદ્ધ ધ પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
થરાદ પોલીસે રાહ ગામ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
વાવ-થરાદભાભરના બલોધણ લથી દેવકાપડી રોડ પેવર થતાં વાહન ચાલકોમાં હર્ષની લાગણી
1 દિવસ પહેલા
વાવ-થરાદથરાદમાં ટ્રાફિક મુક્તિ અને ઇતિહાસના જતન માટે થિરપાલ ધરું સર્કલ બનાવવાની લોકમાંગ
3 દિવસ પહેલા
વાવ-થરાદભાભરમાં એલસીબીનો સપાટો : પરપ્રાંતિય દારૂનો મોટો જથ્થો ઝડપાયો
5 દિવસ પહેલા
વાવ-થરાદપીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો જમા: થરાદ APMCમાં ઉત્સવની ઉજવણી
1 અઠવાડિયા પહેલા
