રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણામાં શિક્ષકોને કામગીરી સોંપાતા શિક્ષણ પર માઠી અસર થવાની સંભાવના

બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણામાં શિક્ષકોને કામગીરી સોંપાતા શિક્ષણ પર માઠી અસર થવાની સંભાવના
બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકો શિક્ષણની કામગીરી કરે કે પછી મતદાર યાદી સુધારણા મતદાર યાદી સુધારણામાં ખાનગી એજન્સી તથા આઉટસોર્સની ભરતી કરી કામગીરી થઇ શકોત : શિક્ષણ પ્રેમી ચૂંટણી પંચ દ્વારા હાલમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન વિશેષ મતદાર સુધારણા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં જે તે ગામમાં ફરજ બજાવતા શાળાના શિક્ષકો એટલે કે બીએલઓ ને કામગીરી સોંપવામાં આવી હતી. જેથી આ તમામ શિક્ષકો અત્યારે મતદાર સુધારણામાં લાગી ગયા છે. જેના કારણે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે શાળામાં શિક્ષણકાર્ય પણ કરી શકતા નથી. જેથી બાળકોના ભવિષ્ય ઉપર માઠી અસર થવાની સંભાવનાઓ રહેલી છે. અંગે નામ ન જણાવવાની શરતે કેટલાક બીએલઓએ જણાવ્યું કહ્યું હતું કે આખો દિવસ આ કાર્યમાં રચાપચા રહીએ ત્યારે મોડ સામાન્ય ફોર્મ ભરાય છે જેથી વિદ્યાર્થીઓની શિક્ષણની વાત તો અલગ રહી સરકાર દ્વારા મતદારોને જાગૃતિ કર્યો હોવા છતાં લોકો પાસે પૂરતત ડોક્યુમેન્ટ પણ ઉપલબ્ધ નથી જમો ખાસ કરીને નવી મતદાર સુધારણામાં પાસપોર્ટ સાઇઝનો ફોટોની જરૂરીયાત હોવાથી મતદારો  પાસે પણ ફોટા ઉપલબ્ધ હોતો નથી. જેથી ફોટો સ્ટુડિયોમાં પણ નવી ધરાકી ખુલી છે. મતદારો પાસે પૂરતી વિગતો પણ ન હોવાને લઇ ફોર્મ ભરવામાં પણ ભારે મુશ્કેલીઓ પડી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અધિકારીઓનું પણ પ્રેસર હોય છે જેથી શિક્ષકો ની હાલત સુડી વચ્ચે સોપારી જેવી છે. બીએલઓ મતદાર સુધારણામાં લાગી રહેતા શાળાનું શિક્ષણ કાર્ય પણ થઈ શકતું નથી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મતદાર સુધારણામાં ખાનગી એજન્સી અથવા આઉટસોર્સ ની ભરતી દ્વારા કામગીરી કરવામાં આવી હોત તો શાળાઓનું શિક્ષણ કાર્ય પણ જળવાઈ રહોત તેવું શિક્ષણ પ્રેમીઓએ જણાવ્યું હતું.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર