રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ17 ફેબ્રુઆરી, 2025| Super Admin

વેરા વસુલાત ઝુંબેશ દરમિયાન ૬૫ મિલકત ધારકો ના નળ અને ભૂગર્ભ ગટર ના જોડાણો કાપ્યાં

વેરા વસુલાત ઝુંબેશ દરમિયાન ૬૫ મિલકત ધારકો ના નળ અને ભૂગર્ભ ગટર ના જોડાણો કાપ્યાં
વેરા શાખા દ્વારા હાથ ધરાયેલ કડક કાર્યવાહીને લઈ બાકી વેરા મિલકત ઘારકોમાં ફફડાટ ૧૦૦૦ જેટલા કોમૅશિયલ બાકી વેરા મિલકત ઘારકોને અંતિમ નોટિસ ની બજવણી કરાઈ; પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા મિલકત ઘારકો પાસેથી બાકી વેરા ની વસુલાત માટે અલગ અલગ વોડૅ વાઈઝ ચાર ટીમો બનાવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું. પાટણ શહેરના કુલ ૮૫૦૦૦ થી વધુ મિલકત ઘારકો પૈકી ૪૫℅ મિલકત  ઘારકો ની ચાલુ અને પાછલી બાકી વેરાની વસુલાત કરવામાં આવી છે. તો ૧૦૦૦ જેટલા કોમૅશિયલ મિલકત ઘારકો પાસેથી વેરાની વસુલાત કરવા માટે પાલિકા દ્વારા આખરી નોટિસ ની બજવણી કરવામાં આવી હોય જેની અવધિ પૂણૅ થતાં વેરાની રકમ ભરપાઈ નહિ કરનાર કોમૅશિયલ મિલકત ઘારકો ની મિલકત સિઝ કરવામા આવનાર છે. તો પાલિકા ની વેરા શાખા દ્ધારા અત્યાર સુધીમાં ૬૫ જેટલા બાકી વેરા મિલકત ઘારકો ના નળ અને ભૂગર્ભ ગટર કનેકશનો કાપી વેરા વસુલાત ની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની સાથે પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા ની વસુલાત માટે મિલકત ધારકો સામે કડક કાર્યવાહીને લઈને બાકી વેરા મિલકત ઘારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તો આગામી દિવસોમાં વેરા શાખા ની ટીમો દ્વારા આ બાકી વેરાની વસુલાત માટે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવનાર હોવાનું વેરા શાખા અધિકારી એ જણાવ્યું હતુ.

સંબંધિત સમાચાર