ઈજાગ્રસ્ત બાળકને પોલીસ કર્મીઓ સરકારી ગાડીમાં બેસાડી સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા.પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રખડતાં ઢોરોની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ગતરોજ પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે સાંજે એક અઢી વર્ષના માસુમ બાળકને રખડતી ગાયે હુમલો કરી ઘાયલ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવની મળતી હકીકત મુજબ ગતરોજ સાંજના સુમારે ચંદ્રુમાણા ગામના ગોગા વાળા વાસમાં રહેતા અરવિંદજી ઠાકોરનો અઢી વર્ષનો દીકરો રૂદ્ર શેરીમાં રમી રહ્યો હતો. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલી એક ગાયે બાળકને શિંગડે ભરાવી નીચે પટકતા બાળકને મોઢા અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ સમયે ગામમાં બંદોબસ્ત માટે નીકળેલી પાટણ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમના પોલીસકર્મીઓએ તાત્કાલિક બાળકને ગાયના મારથી છોડાવી પોતાની સરકારી ગાડીમાં બેસાડી સારવાર માટે હોસ્પિટલમાં રવાના થયા. અને રસ્તામાં 108 ઈમરજન્સી વાનને ફોન કર્યો હતો. જેથી અડિયા ખાતેથી 108 વાન મળી હતી. અને બાળકને વધુ સારવાર માટે 108 મા પાટણ ખાતે લઈ જવાયો હતો. બાળકને બચાવવાના પ્રયાસમાં પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિક્રમભાઈને પણ નાની મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ચંદ્રુમણા ગામે રખડતા ઢોરે અઢી વર્ષના માસુમ બાળકને અડફેટે લીધો

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ભાજપ મહિલા કાર્યકરો પર શાહી ફેંકવા મુદ્દે ધારાસભ્યના રાજીનામાની માંગ કરી
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા
2 દિવસ પહેલા
