રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | સિદ્ધપુર

SOGનો સપાટો: સિદ્ધપુરના નેદ્રામાં ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સની ધરપકડ

SOGનો સપાટો: સિદ્ધપુરના નેદ્રામાં ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સની ધરપકડ

અમદાવાદના શખ્સે હથિયાર આપ્યું હોવાનો પોલીસ સમક્ષ ખુલાસો કર્યો

પાટણ એસ.ઓ.જી.ટીમે  સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામના બસ સ્ટેન્ડ પરથી ગેરકાયદેસર હથિયાર સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 50,000 રૂપિયાની પિસ્તોલ અને ચાર જીવતા કારતુસ સહિત કુલ 50,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે નેદ્રા ગામના બસ સ્ટેન્ડ પર એક વ્યક્તિ હથિયાર સાથે બેઠો છે. આ બાતમીના આધારે પોલીસે રાત્રિના સમયે નેદ્રા ગામના પીકઅપ સ્ટેન્ડ પાસે કોર્ડન કરીને રોનક પ્રભાત દેસાઈને ઝડપી પાડ્યો હતો. રોનક દેસાઈ હાલ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ચંદ્ર વિહાર સોસાયટીમાં રહે છે. 

 મૂળ સિદ્ધપુર તાલુકાના ચંદ્રાવતી ગામનો છે. તેની અંગઝડતી લેતા પેન્ટના ખિસ્સામાંથી એક લોખંડની ઓટોમેટિક પિસ્તોલ અને મેગેઝીનમાંથી ચાર જીવતા કારતુસ મળી આવ્યા હતા. પોલીસે લાયસન્સ માંગતા તેની પાસે કોઈ પાસ-પરવાનો ન હોવાનું જાણવા મળ્યું હતું.પકડાયેલા આરોપી રોનક દેસાઈની પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે, આ પિસ્તોલ અને કારતુસ તેને છ દિવસ પહેલા અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા જૈમીન પટેલ નામના શખ્સે આપી હતી આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે રોનક દેસાઈની ધરપકડ કરી છે.હથિયાર સપ્લાય કરનાર જૈમીન પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર