રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ગેસ સિલિન્ડરોનું ગેરકાયદેસર રિફિલિંગ કરી કાળાબજાર કરતા ત્રણ શખ્સોને ઝડપી લેતી એસઓજી પોલીસ

ગેસ સિલિન્ડરોનું ગેરકાયદેસર રિફિલિંગ કરી કાળાબજાર કરતા ત્રણ શખ્સોને ઝડપી લેતી એસઓજી પોલીસ

કુલ રૂ. 2,80,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી; પાટણ તાલુકા પોલીસ ની હદ વિસ્તારમાં ગેસ સિલિન્ડરોનું ગેરકાયદેસર રિફિલિંગ કરી કાળાબજાર કરતા ત્રણ આરોપીઓને પાટણ એસઓજી પોલીસ ટીમે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ એસઓજી પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ ₹2,80,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ ટીમે ગેસ સિલિન્ડર માથી ગેરકાયદેસર ગેસ રિફલીગ કરી રહેલા આરોપીઓ ભરતભાઈ કલાભાઈ પરમાર (42 વર્ષ), જયેશભાઈ રામસંગભાઈ ચૌધરી (57 વર્ષ) અને હાર્દિક જીતુભાઈ અશોકભાઈ ભીલ (19 વર્ષ) નાઓને કોઈપણ પ્રકારના પાસ-પરમિટ કે સુરક્ષાના સાધનો વગર ગેસ રિફિલિંગનું કામ કરતા રંગે હાથ ઝડપી લેતા સનસનાટી મચી જવા પામી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ ઇન્ડેન ગેસ કંપનીના ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં લોખંડની પાઈપ વડે ગેસ ભરતા હતા. આ રીતે ભરેલા સિલિન્ડરોને તેઓ આર્થિક લાભ માટે કાળા બજારમાં વેચતા હતા. આ પ્રક્રિયા લોકોના જીવ માટે અત્યંત જોખમી હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે રેડ દરમિયાન આરોપીઓ પાસેથી 40 ગેસના બાટલા (ભરેલા અને અડધા ભરેલા) જેની કિંમત ₹80,000 એક લોખંડની પાઇપ ભુંગળી, 11 ગેસ સિલિન્ડરના સીલ અને 55 ગ્રાહકોના બિલ જપ્ત કર્યા છે. આ ઉપરાંત એક ટાટા ACE કંપનીનું સફેદ કલરનું છોટા હાથી (નંબર GJ 24 X 3308) જેની કિંમત ₹2,00,000 મળી કુલ રૂ. 2.80 લાખના મુદામાલ સાથે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પાટણ તાલુકા પોલીસ મથકે બી.એન.એસ. કલમ 316(3), 287, 288 તથા આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ 3, 7, 8 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી પાટણ તાલુકા પોલીસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર