રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 સપ્ટેમ્બર, 2026| Super Admin

શિહોરીમાં એસઓજીના સપાટા: રૂ. ૨.૪૪ લાખની બનાવટી નોટો સાથે બે શખ્સો ઝડપાયા

શિહોરીમાં એસઓજીના સપાટા: રૂ. ૨.૪૪ લાખની બનાવટી નોટો સાથે બે શખ્સો ઝડપાયા

​રૂ. ૫૦૦ના દરની ૪૮૮ નંગ બનાવટી નોટો, એક્ટિવા, મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ. ૨,૮૬,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત

ભારતીય અર્થતંત્રને ગંભીર નુકસાન પહોંચાડવાના ઈરાદાથી બનાવટી ચલણી નોટો છાપતા અને ફરતી કરતા ઈસમોને શોધી કાઢી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે બનાસકાંઠા રેન્જ આઈજી શ્રી પરીક્ષિતા રાઠોડ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી.​જે અંતર્ગત એસ.ઓ.જી. શાખા, પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. કે.એ. કોડીયાતર તથા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પો.કોન્સ. માવજીભાઈને ચોક્કસ બાતમીદારથી બાતમી મળી હતી કે, શિહોરીનો રહેવાસી દેવારામ પીતાંબરભાઈ જોષી કાળા કલરના એક્ટિવા (નં. GJ-08-EC-4451) ની ડીકીમાં શંકાસ્પદ બનાવટી નોટો લઈને શિહોરી ટાઉનમાં બનાસ કોમ્પ્લેક્ષ નીચે ઊભો છે.​

બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી રેઈડ કરતા એક્ટિવા ચાલક દેવારામ જોષી મળી આવ્યો હતો. એક્ટિવાની ડીકીની તલાશી લેતા તેમાંથી રૂ. ૫૦૦/- ના દરની ૪૮૮ નંગ બનાવટી ચલણી નોટો (અંકિત મૂલ્ય રૂ. ૨,૪૪,૦૦૦/-) મળી આવી હતી.​ પોલીસે સઘન પૂછપરછ હાથ ધરતા આ નોટો આપનાર આરોપી રમેશભાઈ ઠાકુભા વાઘેલા પણ પકડાઈ ગયો હતો. પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂ. ૫૦૦ના દરની બનાવટી નોટો ઉપરાંત રૂ. ૩૦,૦૦૦ ની કિંમતનું એક્ટિવા, રૂ. ૧૦,૦૦૦ ના ૨ મોબાઈલ ફોન અને રૂ. ૨,૦૦૦ ની રોકડ રકમ મળી કુલ રૂ. ૨,૮૬,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.​આ અંગે શિહોરી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૩(૫), ૧૭૮, ૧૭૯, ૧૮૦ મુજબ ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલ આરોપીઓ

૧. દેવારામ પીતાંબર જોષી (રહે. શિહોરી, તા.કાંકરેજ)

૨. રમેશભાઈ ઠાકુભા વા

ઘેલા (રહે. ઉબરી, તા.કાંકરેજ)

​કબ્જે કરેલ મુદ્દામાલ:

​રૂ. ૫૦૦/- ના દરની બનાવટી ચલણી નોટો નંગ-૪૮૮ (કિંમત રૂ. ૨,૪૪,૦૦૦/-)

​હોન્ડા એક્ટિવા નંગ-૧ (કિંમત રૂ. ૩૦,૦૦૦/-)

​મોબાઈલ ફોન નંગ-૦૨ (કિંમત રૂ. ૧૦,૦૦૦/-)

​રોકડ રકમ (રૂ. ૨,૦૦૦/-)

​કુલ મુદ્દામાલ કિંમત રૂ. ૨,૮૬,૦૦૦/-

ટેગ્સ:#Shihori

સંબંધિત સમાચાર