રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરના ગઠામણ ગામે કુવા પર જુગાર રમતા છ જુગારીયા ઝડપાયા

પાલનપુરના ગઠામણ ગામે કુવા પર જુગાર રમતા છ જુગારીયા ઝડપાયા
પોલીસની રેઇડમાં આરોપી ઓ પાસે થી રૂ.26220 ની રોકડ રકમ મળી આવી; પાલનપુર તાલુકાના ગઠામણ ગામે એક ખેડૂતના કુવા પર પૈસાની હાર જીત માટે કેટલાક ઇસમો દ્વારા જુગાર રમવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસની ટીમે આ જુગારધામ પર ઓચિંતી રેઇડ કરીને અહી જુગાર રમતા છ શખ્સોને રૂ.26220 ની રોકડ રકમ સાથે ઝડપી પાડવામા આવ્યા હતા. પાલનપુર તાલુકાના ગઠામણ ગામે ખેત મજૂરી કરતા કેટલાક બહાર ગામના ખેત મજૂરો લાલીમા તળાવ પાસે આવેલ હીરાભાઇ પટેલના કુવા પર ઓરડી આગળ ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમીના આધારે પાલનપુર તાલુકા પોલીસની ટીમે આ જુગારધામ પર ઓચિંતી રેઇડ કરી હતી જેમા  જુગાર રમતા વખતસિંહ બચુસિંહ ઠાકોર હાલ રહે.ગઠામણ મૂળ રહે.વામૈયા તાં.સરસ્વતી, અગરસિંહ સોવનજી ઠાકોર હાલ રહે.ગઠામણ મૂળ રહે.વામૈયા તાં.સરસ્વતી, રાજુજી સોમજી ઠાકોર હાલ રહે.ગઠામણ મૂળ રહે.વામૈયા તાં.સરસ્વતી, પોપટજી હેમજી ઠાકોર હાલ રહે ગઠામણ મૂળ રહે મુડેઠા તા.ડીસા, ગેનજી હેમજી ઠાકોર હાલ.રહે.સુણોક જી.મહેસાણા મૂળ રહે.મુડેઠા તાં.ડીસા અને મનીષ ધનજીભાઇ જાદવ રહે.એકતાનગર પાલનપુર વાળાને રૂ.26220 ની રોકડ રકમ સાથે ઝડપી પાડી તેમની સામે તાલુકા પોલીસ મથકે જુગારધારા ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવતા આ પત્તા પ્રેમીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર