રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

જુનાડીસામાં દારૂબંધીના ધજાગરા પોલીસ કાર્યવાહી સામે ગંભીર સવાલ

જુનાડીસામાં દારૂબંધીના ધજાગરા પોલીસ કાર્યવાહી સામે ગંભીર સવાલ
વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની ચર્ચાએ સોશિયલ મીડિયામાં જોર પકડ્યું બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂની રેલમછેલ વચ્ચે જૂનાડીસા ગામે પણ દેશી અને વિદેશી દારૂની હાટડીઓ બેરોકટોક ધમધમી રહી છે. સ્થાનિક બીટ જમાદારો, ડી-સ્ટાફ અને એલસીબી પોલીસ કર્મચારીઓના કથિત આશીર્વાદથી દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડી રહ્યા છે. આ પરિસ્થિતિ જોતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દારૂના અડ્ડા ચલાવતા તત્વો સામે પોલીસ કર્મચારીઓ જાણે લાચાર બની રહ્યા છે. ડીસા રૂરલ પોલીસ અને એલસીબી પોલીસ હાઈવે પર "લાઈન વિનાની" ગાડીઓ પકડવામાં વધુ રસ દાખવે છે, પરંતુ ઠેરઠેર દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ પર કાર્યવાહી કરવામાં તેમને કોઈ રસ નથી. દારૂબંધીના કાયદાનું પાલન કરાવવામાં પોલીસ કોઈ હિંમત દર્શાવી રહી નથી. હાલમાં ગામમાં છેલ્લા ઘણા સમયથી દેશી અને વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની ચર્ચાએ સોશિયલ મીડિયામાં જોર પકડ્યું છે. દારૂડિયા તત્વો જાહેરમાં દારૂ પીને ફરતા હોવાના વીડિયો પણ સ્થાનિકો દ્વારા વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ સ્થિતિ દારૂબંધીના કાયદાના અમલીકરણમાં પોલીસ તંત્રની નિષ્ફળતા સૂચવે છે. તેથી સામાન્ય નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ઘટવો સ્વાભાવિક છે. પ્રજા અને મીડિયા દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા, હવે સવાલ એ થાય છે કે પોલીસ ક્યારે આ દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે આગળ આવશે અને કાયદાનું રાજ સ્થાપિત કરશે ? તેવો સવાલ ગામલોકોમાં ઉઠી રહ્યો છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર