રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણના ભૂતિયા વાસણ નજીક આઈસર અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો

પાટણના ભૂતિયા વાસણ નજીક આઈસર અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો
વાહનમાં ફસાયેલા ચાલકને કેબિનના પતરા કાપી બહાર કઢાયો પાટણ-શિહોરી હાઈવે હાઈવે પર ભુતિયાવાસણા ગામ નજીક આઈસર અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલક ફસાતા સ્થાનિક લોકોએ મહામુસીબતે બહાર કાઢી 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત બાદ ડમ્પરના ચાલક ઠાકોર હરેશજી ચેનાજી કેબિનના ભાગમાં ફસાતા પતરાં કાપીને સ્થાનિક લોકોએ અને વાહનચાલકોએ દોરડા વડે પતરાં ખેંચીને ઈજાગ્રસ્તને બહાર કાઢવામાં મદદરૂપ થયા હતા. કાંસા ગામના હરેશજી ઠાકોરને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી.અને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર