પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ યુનિવર્સિટીના ગેટ નં ૧ પર ફરજ બજાવતો સિક્યુરિટી ગાર્ડ નશાની હાલતમાં ઝડપાયો

શહેર કોંગ્રેસ અને એનએસયુઆઈ ના કાર્યકરોએ નશાની હાલતમાં સિક્યુરિટી ગાર્ડ ને ઝડપી પોલીસ ને સોંપ્યો; પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ગતરોજ વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં યુનિવર્સિટીના મેઈન ગેટ નંબર 1 પર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ ચૌધરી ડાયાભાઈ રામજીભાઈને નશાની હાલતમાં કોંગ્રેસ પ્રમુખ સહિતના કાયૅકરોએ પકડી તેમની પાસેથી વાઈટ કલરની થેલીમાં પાણીની બોટલમાં ભરેલો દેશી દારૂ મળી આવ્યો હોવાની ધટના પગલે સનસનાટી મચી જવા પામી હતી.
જોકે આ મામલે પોલીસને જાણ કરાતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી નશાની હાલતમાં રહેલા સિક્યુરિટી ગાર્ડ ને પોલીસ મથકે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા તાજેતરમાં જ યુનિવર્સિટી દ્વારા ચેતન કન્સ્ટ્રક્શન કંપનીના સિક્યુરિટી કર્મચારીઓને છૂટા કરી, GISES કંપનીને સિક્યુરિટી નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ત્યારે આ નવી કંપનીનો કર્મચારી જ દારૂના નશામાં ઝડપાયો હોવાની ધટના પગલે યુનિવર્સિટી સતાધીશો માં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ સમગ્ર મામલે પાટણ શહેર કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓને બાતમી મળતા તેઓએ સિક્યુરિટી ગાર્ડને સ્થળ પર જ પકડી પાડ્યો હતો. કોંગ્રેસ કાર્યકર્તાઓએ સિક્યુરિટી ગાર્ડ પર દેશી દારૂ પીધેલો હોવાનો આક્ષેપ કર્યો હતો. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે દેશી દારૂનો મુદ્દામાલ કબજે કરી સિક્યુરિટી ગાર્ડ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તો આ મામલે યુનિવર્સિટી ના સત્તાધીશો દ્વારા પણ સિક્યુરિટી એજન્સી પાસે ખુલાસો માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Patan University#Police Intervention#Security Guard Incident#Public Safety Concerns#Anti-Social Activities Prevention#Drunken State#Congress and NSUI Involvement#Country Liquor Possession#Security Contract Issues#University Authority Response#Chetan Construction Company
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
15 કલાક પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
