રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા-જૂનાડીસા રોડ પર રેતીના ડમ્પરોનો ત્રાસ, લોકોએ રેલી યોજી કાયમી ઉકેલની માંગ કરી

ડીસા-જૂનાડીસા રોડ પર રેતીના ડમ્પરોનો ત્રાસ, લોકોએ રેલી યોજી કાયમી ઉકેલની માંગ કરી
ડીસા-જૂનાડીસા-વાસણા રોડ પર છેલ્લા ઘણા સમયથી બેફામ દોડી રહેલા રેતીના ડમ્પરોને કારણે સ્થાનિકોમાં ભય અને રોષ ફેલાયો છે. આ માર્ગ પર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થતાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં જ, વાસણા ગોળીયા ગામના યુવાનનું દુર્ઘટનામાં કરુણ મોત થયું હતું. આ ઉપરાંત, એક 17 વર્ષનો વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે, જે હાલ અમદાવાદમાં સારવાર હેઠળ છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે, જૂનાડીસા, વાસણા, જાબડીયા સહિતના પાંચથી વધુ ગામના લોકોએ મૌન રેલી યોજીને ડીસાનાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં સ્થાનિકોએ આ રોડ પરથી પસાર થતા રેતીના ડમ્પરો પર કાયમી પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ માટે તેમણે કેટલાક સૂચનો પણ રજૂ કર્યા છે, જેમાં મુખ્યત્વે નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ થાય છે. જેમાં રેતીના ડમ્પરોને નદી માર્ગે ડાયવર્ઝન આપીને સીધા નેશનલ હાઈવે પર જોડવામાં આવે તેમજ ગામના માર્ગો પર પ્રતિબંધ કરી બનાસ નદી તરફથી આવતા કનેક્ટેડ રોડ પર બેરિકેડ્સ મૂકવામાં આવે જેથી ભારે વાહનો ગામના રસ્તાઓ પર પ્રવેશી ન શકે.આ ઉપરાંત છત્રાળા તરફથી નેશનલ હાઈવે સુધી (લગભગ 3 કિલોમીટર) નવો રસ્તો બનાવવામાં આવે, કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર તાત્કાલિક અને સખત પગલાં ભરે તેવી આશા છે, જેથી નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય અને સ્થાનિકોને રાહત મળી શકે. જો આગામી સમયમાં આ ડમ્પરો બંધ નહીં થાય તો વધુ લોકો આ આંદોલનમાં જોડાઈને કલેક્ટરથી લઈને ગાંધીનગર સુધી રજૂઆતો કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર