રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | રાધનપુર

સમી-રાધનપુર હાઈવે પર કારે ટક્કર મારતા એક્ટિવા સવાર દંપતી ફંગોળાયું

સમી-રાધનપુર હાઈવે પર કારે ટક્કર મારતા એક્ટિવા સવાર દંપતી ફંગોળાયું
ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલ દંપતિને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સમી-રાધનપુર હાઈવે પર આવેલા વાવલ ગામ પાસે કાર અને એક્ટિવા વચ્ચે સજૉયેલ ગમખ્વાર અકસ્માતમા એકટીવા પર સવાર દંપતિ ને ગંભીર ઈજાઓ પહોચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બનાવની મળતી માહિતી મુજબ ગતરોજ સમીથી રાધનપુર તરફ પૂરઝડપે આવતી કારે સામેથી આવી રહેલા એક્ટિવા સવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે દંપતી રોડ પર ફંગોળાયુ હતું અને દંપતિ ને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યાં હતા. પ્રાથમિક સારવાર બાદ મહિલાની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર