બીલો વગરના મોટર સાયકલની બેટરીઓ સાથે બે ઈસમોને સમી પોલીસે બાતમીના આધારે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકવી.કે.નાયી નાઓનીસુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાધનપુર વિભાગના ડી.ડી.ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચોરી સબંધીત પ્રવૃતિ ઉપર વોચ રાખી આવી પ્રવૃતિ સદંતર નાશ થાય તેવી આપેલ સુચના આધારે સમી પોલીસ સ્ટેશનના ઈ.ચા.પીઆઈ એ.પી.જાડેજા પોલીસની ટીમ સાથે સમી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી આધારે સમી ગામે નાયકા ત્રણ રસ્તા પાસે બે ઇસમો પ્લાસ્ટીકની થેલીઓમાં ચોરી કરેલ મો.સા.માં વપરાતી બેટરીઓ લઇ આવનાર છે.જે હકીકત આધારે ટીમે વોચ મા રહી સદરી ઇસમો મળી આવતા જેઓને બેટરીઓ સાથે પકડી પાડી બી.એન.એસ.એસ. કલમ-૧૦૬,૩૫(૧)ચ મુજબ નીયાઝ મહેબુબ કમાલશા દિવાન રહે. સમી બસ સ્ટેશન પાછળ તા.સમી જી.પાટણ અને વાહીદ ઉંમરભાઇ ઉસ્માનભાઈ ચૌહાણ રહે. સમી સબનમપાર્ક સોસાયટી તા.સમી જી.પાટણની મુદામાલ સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
બીલો વગરના મોટરસાયકલની બેટરીઓ સાથે બે ઈસમોને પકડી પાડતી સમી પોલીસ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#arrests#legal action#Patan district#Police Patrol#Criminal Activities#Law Enforcement#Community Safety#Theft Prevention#Sami Police#Unbilled Motorcycle Batteries
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
23 કલાક પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
