સાબરકાંઠામાં ચોમાસાના પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી છે. ચોમાસાની સિઝનમાં પડેલા વરસાદમાં મુખ્ય માર્ગો સહિત નેશનલ હાઈવે પરના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા ખાડા અને ગાબડાં પડતા વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આવા ડિસ્કો રોડ પરથી પસાર થવું વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે વધુ આફત નોતરી શકે છે. આ રોડના કારણે વાહન ઉપરાંત ચાલકોને પણ બેકપેઈન અને કયારેક નીચે પડી જતા વાગવાનો ભય સતાવે છે. તંત્રને રજુઆત બાદ કામગીરીનો અભાવ; સ્થાનિક લોકો તેમજ વાહનચાલકો દ્વારા અનેક વખત નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક તંત્રને રજુઆત કરવામાં આવી છે છતાં કોઇ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જોકે માત્ર માટી નાખી ઉપરથી કાદવ કિચડ થી પણ લોકો પરેશાન થઈ રહ્યા છે.. આજુબાજુના વિસ્તારના રહેવાસીઓ અને વેપારીઓ પણ આ સંજોગોમાં ત્રાહીમામ પોકારી રહ્યા છે.
સાબરકાંઠા; વરસાદે તંત્રની પોલ ખોલી રસ્તાઓ પર પાણી ભરાતાં અકસ્માતનો ભય

ટેગ્સ:#sabarkantha#potholes#National Highway#Local Administration#Community Concerns#Resident Complaints#Road Conditions#Pedestrian Safety#Infrastructure Neglect#Accident Risk#National Highway Authority#Traffic Hazards#Monsoon Rains#Motorist Hardship#Mud and Soil Issues
સંબંધિત સમાચાર
સાબરકાંઠાપ્રાંતિજ-હરસોલ માર્ગ પર ખાડાઓથી છુટકારો અપાવવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ
8 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગર: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર બાયપાસ બ્રિજ પર જળબંબાકાર: ધારાસભ્ય V.D. ઝાલાની લાલ આંખથી તંત્ર અને કોન્ટ્રાક્ટરમાં દોડધામ
4 દિવસ પહેલા
સાબરકાંઠાચાંદીપુરા વાયરસ સામે મોરચો: સાબરકાંઠામાં સ્થિતિની સમીક્ષા માટે ICMR પુડુચેરીની કેન્દ્રીય ટીમ મેદાને
4 દિવસ પહેલા
