રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

શામળાજીના ઓડ ગામે તળાવમાં પગ લપસી જતાં ૧૨ વર્ષીય બાળકનું ડૂબી જવાથી કરુણ મોત

શામળાજીના ઓડ ગામે તળાવમાં પગ લપસી જતાં ૧૨ વર્ષીય બાળકનું ડૂબી જવાથી કરુણ મોત

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી નજીક આવેલા ઓડ ગામે ગઈકાલે સાંજે પશુ ચરાવવા ગયેલા એક ૧૨ વર્ષીય નિર્દોષ બાળકનો અચાનક પગ લપસી જતાં તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાની અત્યંત કરુણ ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બાળક ગઈ કાલ સાંજથી લાપતા બનતાં પરિવારે ભારે શોધખોળ હાથ ધરી હતી, જે દરમિયાન બાળક તળાવમાં ડૂબી ગયું હોવાની આશંકા સેવાતાં મોડાસા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. 

આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મોડાસા ફાયર ફાયટરોએ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી આજે સવારે તળાવમાં સઘન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. કાળજાના કટકા સમાન માસૂમ પુત્રના અકાળે મોતથી પરિવારજનોમાં ભારે આક્રંદ અને સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે, જ્યારે શામળાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની વિધિસર કાર્યવાહી હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર