રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ23 ફેબ્રુઆરી, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

રાણકપુરથી રાધનપુર સુધી રૂ.33 કરોડના ખર્ચે પાણીની પાઇપ લાઇનથી શુદ્ધ પાણી મળશે

રાણકપુરથી રાધનપુર સુધી રૂ.33 કરોડના ખર્ચે પાણીની પાઇપ લાઇનથી શુદ્ધ પાણી મળશે
રાણકપુર-રાધનપુર મીઠા પાણીની પાઇપલાઇનનું ઉદ્ધાટન કરતા રાધનપુર ધારાસભ્ય રાધનપુર શહેરમાં વર્ષોથી પીવાના શુદ્ધ પાણી માટે વલખાં મારતા સ્થાનિકોની સુખાકારી માટે રૂ.33 કરોડના ખર્ચે તૈયાર થયેલી રાણકપુર-રાધનપુર મીઠા પાણીની પાઇપલાઇનનું ગતરોજ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ સાકાર થતા હવે અંદાજે 1 લાખ જેટલી જનતાને પોતાના ઘરઆંગણે શુદ્ધ અને મીઠું પાણી ઉપલબ્ધ થશે. લાંબા સમયથી ક્ષારયુક્ત અને અશુદ્ધ પાણી પીવા મજબૂર બનેલા લોકો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ છે. શુદ્ધ પાણી મળવાથી જળજન્ય રોગોમાં ઘટાડો થશે. અને લોકોના આરોગ્યમાં સુધારો આવશે. આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી અને કારોબારી સભ્ય દેવજીભાઈ પટેલ સહિતના આગેવાનો, કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા.    

સંબંધિત સમાચાર