રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પરિણામોનો સરતાજ બનાસકાંઠા: ધો. 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં જિલ્લાનો ડંકો વાગ્યો

પરિણામોનો સરતાજ બનાસકાંઠા: ધો. 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં જિલ્લાનો ડંકો વાગ્યો

ધો.12 સામાન્ય પ્રવાહમાં 97.71% પરિણામ સાથે બૃહદ બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં દ્વિતીય ક્રમે

ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 90.45% સાથે બૃહદ બ.કાં જિલ્લો રાજ્યમાં છઠ્ઠા ક્રમે

ગત વર્ષની સરખામણીમાં પરિણામ ઉંચુ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

રાજ્ય સરકાર દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થયું હતું. જેમાં બૃહદ બનાસકાંઠા જિલ્લો સામાન્ય પ્રવાહમાં 97.71% પરિણામ સાથે રાજ્ય માં દ્વિતીય ક્રમે આવ્યો છે.જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 90.45% સાથે ગુજરાતમાં છઠ્ઠા ક્રમે આવ્યો છે. જોકે, ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પરિણામ ઉંચુ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. 

ગુજરાત સરકાર દ્વારા ધોરણ- 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ- 2026 માં લેવામાં આવી હતી. ત્યારે આજરોજ જાહેર થયેલા ધો.12 સામાન્ય પ્રવાહમાં બૃહદ બનાસકાંઠા જિલ્લાનું પરિણામ 97.71% આવ્યું છે.  રાજ્યમાં દ્વિતીય ક્રમે આવી માઈલ સ્ટોન હાંસલ કરનાર બૃહદ બનાસકાંઠા જિલ્લાનું ટડાવ અને કોટડા સેન્ટર રાજ્યમાં પ્રથમ આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં 25,487 વિદ્યાર્થીઓ પૈકી 24,902 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે 585 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. જિલ્લામાં 185 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 2525 વિદ્યાર્થીઓએ એ-ટુ ગ્રેડ મેળવ્યો હોવાનું બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી ડો. હિતેશ પટેલે જણાવ્યું હતું.

જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો 90.45%  પરિણામ સાથે રાજ્યમાં છઠ્ઠા ક્રમે આવ્યો છે. રાજ્યમાં સૌથી વધુ પરિણામ કુંભારીયા કેન્દ્રનું આવ્યું છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 6065 વિદ્યાર્થીઓ પૈકી 5485 વિદ્યાર્થી ઓ પાસ થયા હતા. જ્યારે 580 વિદ્યાર્થી ઓ નાપાસ થયા હતા. જિલ્લા માં 30 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. જયારે 520 વિદ્યાર્થીઓએ એ-ટૂ ગ્રેડ મેળવ્યો હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી ડો. હિતેશ પટેલે જણાવ્યું હતું.

 

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર