રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ2 જૂન, 2025| Super Admin

શહેરના વોર્ડ નંબર ૮ અને ૧૦ ના રહીશોની ગંદકી મામલે પાલિકા ઉપપ્રમુખ સમક્ષ ઉગ્ર રજૂઆત

શહેરના વોર્ડ નંબર ૮ અને ૧૦ ના રહીશોની ગંદકી મામલે પાલિકા ઉપપ્રમુખ સમક્ષ ઉગ્ર રજૂઆત
ગંદકી નું નિરાકરણ નહિ આવે તો ગંદકી ઉપાડી પ્રમુખની ઓફિસમાં ઠલવાશે : રહીશો પાટણ શહેરમાં સ્વચ્છતા અભિયાન વચ્ચે કચરાના નિકાલની સમસ્યા ગંભીર બની છે. શહેરના જૂના પાવર હાઉસ પાસે વોર્ડ નંબર ૮ અને ૧૦ ની વોર્ડ ઇન્સ્પેક્ટરની કચેરી ખાતે મોટા પ્રમાણમાં કચરો ઠલવાય છે. આ સ્થળે શહેરના વિવિધ વિસ્તારોમાંથી એકત્રિત થતો કચરો અને બે પૈડાંની લારીઓનો કચરો પણ ઠલવવામાં આવે છે. સ્થાનિક રહેવાસીઓએ આ કચરાના ઢગલાથી ઊભી થયેલી આરોગ્યની સમસ્યા અંગે પાલિકામાં સોમવારે ઉપપ્રમુખ ને રજૂઆત કરી આ ગંદકી ના કાયમી નિરાકરણની માગ કરી હતી. આ ગંદકી બાબતે સ્થાનિક સામાજિક કાર્યકર ભૂરાભાઈ સૈયદે જણાવ્યું હતું કે વોર્ડ ઇન્સ્પેક્ટર અને નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આ ગંદકી હટાવવા મામલે કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે જો આ સમસ્યા નું ત્વરિત નિરાકરણ લાવવામાં નહિ આવે તો વિસ્તારમાં રહેતા તમામ રહેવાસીઓ આ તમામ કચરો પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ઠાલવશે તેવી ચિમકી આપી હતી. જોકે સ્થાનિક રહીશોની ગંદકી મામલે કરાયેલી રજૂઆતના પગલે પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહે તેમના પ્રશ્નના નિરાકરણ માટેની હૈયાધારણા આપી હતી.

સંબંધિત સમાચાર