પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઈ ; ડીસા ભોપાનગર વિસ્તારમાં પાલિકા દ્વારા નવિન રોડ બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ગેરકાયદેસર દબાણો હોવાના કારણે રોડ પહોળો બની શકે તેમ ન હોવાથી આજરોજ ભોપા નગર માળીવાસ વિસ્તારના રહીશો મોટીસંખ્યામાં એકત્રિત થઈ પાલિકા કચેરી ખાતે પહોંચી ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. અને રોડ બનાવવાની કામગીરી પહેલા તાત્કાલિક અસરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી હાલમાં સાંકડા રસ્તાના કારણે ઈમરજન્સી એમ્બ્યુલન્સ સહિત ફાયર ફાયટરની ગાડી પણ નીકળી શકતી નથી. ત્યારે રોડ પહોળો થાય તો આ વિસ્તારના રહીશોને ઈમરજન્સી સેવાઓ પૂરી કરી શકાય ત્યારે પાલિકાના ચીફ ઓફિસર હાજર ન હોવાથી ભોપાનગરના રહીશોએ પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
ડીસા ભોપાનગર વિસ્તારના રહીશોએ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે રજુઆત કરાઈ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#infrastructure development#Illegal pressures#public safety#Community Action#Local Governance#Emergency Services#Road Construction#Municipal Leadership#Disa Bhopanagar#Municipal Office#Written Submission#Resident Advocacy
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
11 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
