પાટણ નગરપાલિકામાં સફાઈ કામદારોનું મહેકમ વધારવા રજૂઆત કરાઈ

શહેરનો વિસ્તાર વધતાં અને સફાઈ કામદારો ઘટતા શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય
સફાઈ કામદારોના યુનિયન દ્વારા પાલિકા પ્રમુખને મહેકમ વધારવા લેખિત અને મૌખિક રજુઆત કરાઈ
પાટણ નગરપાલિકાનો વિસ્તાર દિન પ્રતિદિન વિસ્તરી રહ્યો છે તેની સામે દિવસેને દિવસે નગરપાલિકાના સફાઈ કર્મચારીનું મહેકમ ઘટતા શહેરની સફાઈ કામગીરી કથળી હોય તેમ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હોય તેવા દ્રશ્યો નિમૉણ પામી રહ્યા છે. પાટણ નગર પાલિકામાં વષૅ 1961 ના સફાઈ કામદારો જુના મહેકમ પછી નવા સફાઈ મહેકમમા જોઈએ તેટલા સફાઈ કામદારો ની ભરતી કરવામાં નહિ આવતા શહેર ની સફાઈ વ્યવસ્થા ખોરવાઈ છે તો નવા સેટઅપની માંગ સાથે શુક્રવારે પાટણ નગરપાલિકાના સફાઈ કામદાર યુનિયન દ્વારા પાલિકા પ્રમુખ ને રૂબરૂ મળી લેખિત અને મૌખિક રજૂઆત કરી શહેરના ભૌગોલિક વિસ્તાર અને વસ્તીમાં થયેલા તોતિંગ વધારા સામે કામદારોના મહેકમ વધારાની માગ કરી હતી.
હાલમાં નગરપાલિકામાં 210 થી વધુ સફાઈ કામદારો ની જરૂર સામે માત્ર 71 કાયમી કામદારો સફાઈ કામદારો દ્રારા શહેરની સફાઈ કામગીરી કરવામાં આવે છે ત્યારે શહેર ને સ્વચ્છ અને સુંદર બનાવવાની સાથે શહેરના તમામ વિસ્તારોમાં નિયમિત સફાઈ કામગીરી માટે સફાઈ કામદારો નું મહેકમ વધારવામાં આવે તેવી રજૂઆત પાલિકા પ્રમુખ સમક્ષ સફાઈ કામદાર યુનિયનના આગેવાનો એ કરી હોવાનું જાણવા મળ્યું છે.
સંબંધિત સમાચાર
પાટણપાટણ-ચાણસ્મા હાઈવે પર મસમોટા ખાડા અને તિરાડો: વાહનચાલકો માટે અકસ્માતનું મોટું જોખમ
3 દિવસ પહેલા
પાટણચાણસ્મા છેતરપિંડી કેસ: નાસતા ફરતા બે આરોપીઓને અમદાવાદથી ઝડપી લેતી પાટણ એલસીબી
3 દિવસ પહેલા
પાટણસ્વચ્છ પાટણ અભિયાન: 10 નવા હોપર ટીપર વાહનોનું લોકાર્પણ
4 દિવસ પહેલા
પાટણપાટણના 300 મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા
4 દિવસ પહેલા
