રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | રાધનપુર

રાધનપુરમાં તંત્રની લાલ આંખ: 596 કિ.ગ્રા. શંકાસ્પદ મીઠાનો જથ્થો જપ્ત

રાધનપુરમાં તંત્રની લાલ આંખ: 596 કિ.ગ્રા. શંકાસ્પદ મીઠાનો જથ્થો જપ્ત

ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA), પાટણ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ (FSW) વાન સાથે સાંતલપુર, વારાહી અને રાધનપુર વિસ્તારમાં બજારમાં મળતા ખાદ્ય મીઠામાં આયોડિનના પ્રમાણની ચકાસણી માટે સઘન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી ફૂડ સેફ્ટી ઓફિસર કુ. એલ. એન. ફોફ અને FSW કેમિસ્ટ  દિવ્યાંગ પંડિત દ્વારા કરવામાં આવી હતી.આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં આયોડિન પોષણના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો અને બજારમાં વેચાતા મીઠામાં આયોડિનનું સ્તર ચકાસવાનો હતો.તપાસ દરમિયાન કુલ 26 કરિયાણાની દુકાનો, હોલસેલરો અને સ્થાનિક રેસ્ટોરન્ટ્સ પર ઉપલબ્ધ મીઠાના નમૂનાઓની સ્પોટ ટેસ્ટિંગ કિટ દ્વારા સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. 

જેમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા રસોઈના મુખ્ય ઘટક "મીઠા"ની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે  ચકાસણી કરવામાં આવી હતી. તમામ વેપારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે માત્ર પ્રમાણિત આયોડિનયુક્ત મીઠાનું જ વપરાશ અને વેચાણ કરવું.તપાસ દરમિયાન શ્રદ્ધા ટ્રેડિંગ કં.(મુ. તા. રાધનપુર, જિ. પાટણ ખાતે હોટલ હિન્દુસ્તાનની સામે, હાઇવેના ફૂડ બિઝનેસ ઓપરેટર  ઈશ્વરલાલ કરશનલાલ ઠક્કર ને ત્યાંથી શંકાસ્પદ મીઠાનો જથ્થો મળીઆવ્યો હતો. જેથી નમૂનો લઈ બાકી રહેલ કુલ 596 કિ.ગ્રા. Refined Free Flow Iodised Salt જેની અંદાજિત કિંમત રૂ. 16,688/- સીઝ કરવામાં આવ્યો છે.નમૂનો નિયમોનુસાર પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે તથા રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર