નડાબેટ ઈન્ડો-પાક બોર્ડર પર હોળી-ધુળેટી પર્વને હર્ષ અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં પ્રવાસીઓ સાથે બી.એસ.એફ.ના જવાનો અને તમામ અધિકારીઓ-કર્મચારીઓએ ભાગ લીધો હતો. વાવ થરાદ જિલ્લામાં આવેલ ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય નડાબેટ બોર્ડર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને તે માટે પરંપરાગત હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. આસિ. કમાન્ડન્ટ હરી ચરણજીએ હોલિકાનું દહન કરાવ્યું હતુ. જ્યાં ઢોલ-નગારાના નાદ સાથે લોકો નિહાળી શક્યા હતા અને ફોટા પાડવા માટે ખાસ ફોટો બુથની વ્યવસ્થા પણ કરવામાં આવી. હોળી અને ધુળેટી પર્વની ઉજવણી રંગબેરંગી ગુલાલ, મીઠાઈઓ અને સંગીતના આનંદમય માહોલ સાથે કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન પિચકારી, પીણાં અને પાણીની યોગ્ય વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી, જેથી મહેમાનો અને જવાનો પર્વનો આનંદ માણી શકે. આ ભવ્ય ઉજવણી પ્રવાસીઓ માટે એક યાદગાર પળ બની અને નડબેટ બોર્ડર પરની આ પરંપરાગત ઉજવણી લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જામી ઉઠ્યો હતો.આ પ્રસંગે બીએસએફ ઓફિસર હરિ ચરણ રાહબા,ઇવેન્ટ એકઝયુકિટિવ દેબાશીશ બની સહીત જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
નડાબેટ ઈન્ડો-પાક બોર્ડર પર રંગ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#festivities#BSF (Border Security Force)#Cultural Celebration#Community Participation#Traditional Events#Colorful Celebrations#Holika Dahan#Holi#Dhuleti#Nadabet#Indo-Pak Border#Tourism#Vav Tharad District
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં શોર્ટ-સર્કીટથી આગ: રહેણાંક મકાનમાં ભીષણ આગ ભભૂકતાં લોકોમાં દોડધામ
2 દિવસ પહેલા
બનાસકાંઠાપાંથાવાડા: LCBનો ફિલ્મી પીછો; દારૂ ભરેલી સ્વીફ્ટ કાર મૂકી બુટલેગરો ફરાર, રૂ. 6.70 લાખનો મુદ્દામાલ જપ્ત
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના રામસણ ગામે યુવતી પર હુમલો: ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
3 દિવસ પહેલા
