રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ભાભર

ભાભરના મીઠા ગામે તમાકુની બનાવટ વેચતા લારી-ગલ્લા અને પાર્લરમાં આકસ્મિક તપાસ

ભાભરના મીઠા ગામે તમાકુની બનાવટ વેચતા લારી-ગલ્લા અને પાર્લરમાં આકસ્મિક તપાસ
કુવાળા આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા દંડ વસૂલાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા એપેડેમિક અધિકારીની સુચના અન્વયે ભાભર તાલુકા આરોગ્ય અધિકારી ડો.એચ .આર. ઠાકોરના માર્ગ દર્શન હેઠળ  પ્રા. આ. કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો પિયુષભાઇ વ્યાસ,આયુષ મેડિકલ ઓફિસર ડો .નિકિતા પોરાણીયા, આરબીએસકે ડો. કિરણભાઈ રાજપૂત તેમજ સુપરવાઈઝર ભીખાભાઇ પરમાર દ્વારા પ્રા.આ.કે. કુવાળાના ગામ મીઠા ખાતે આજે તા.17/11/2025 ના રોજ  ‘’વિશ્વ તમાકુ નિષેધ ‘’નું સંપૂર્ણ અમલીકરણ થાય તે હેતુથી મીઠા ગામમાં તમાકુની પ્રોડેક્ટ વેચતા તમામ પાન ગલ્લા, પાન પાર્લર દુકાનોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું.જેમાં કોટપા એક્ટની કલમ - 6 અ અને 6 બ હેઠળ કાયદાનું પાલન ન કરનારા વેપારી -દુકાનદાર સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એમ.પી.એચ.ડબલ્યુ. લાખાભાઇ દેસાઈ, વિજયભાઈ કાળા અને સી.એચ.ઓ. મહેશભાઈ ઠાકોર, પોલીસ સ્ટાફ અજીતભાઈ ચૌધરી, અરુણાબેન રાંણવા કામગીરીમાં જોડાઈ કુલ મળીને રૂ. 1100 નો દંડ વસૂલ કરવામાં આવ્યો. તથા આરોગ્ય વિભાગના સહયોગથી લારી, ગલ્લા, હોટલોને સ્વછતા જાળવવા સૂચના આપવામા આવી હતી.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર