રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વરસાદી માહોલ યથાવત; બનાસકાંઠા જિલ્લામાં છુટા છવાયા સ્થળો પર વરસાદી ઝાપટાંઓ પડ્યા

વરસાદી માહોલ યથાવત; બનાસકાંઠા જિલ્લામાં છુટા છવાયા સ્થળો પર વરસાદી ઝાપટાંઓ પડ્યા
રાત્રી દરમિયાન અનેક સ્થળો પર ભારે વરસાદ બાદ દિવસ ભર વરસાદના ઝાપટા યથાવત રહ્યા સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે તેવા સમયે બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે ગત શુક્રવારની મધરાતે બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવા પામ્યો હતો. જેમાં ખાસ કરીને વડગામમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત દાંતા ૮૧ મીમી પાલનપુર ૬૦ મીમી લાખણી માં ૪૫ મીમી દાંતીવાડા ૩૩ મીમી ભાભર અને ધાનેરા માં ૨૮ મીમી કાંકરેજ માં ૨૪ મીમી ડીસા માં ૨૨ મીમી વાવ માં ૨૦ મીમી થરાદ માં ૧૮ મીમી દીયોદર માં ૧૧ મીમી અમીરગઢમાં ૧૦ મીમી જ્યારે સુઈગામ ૬ મીમી વરસાદ નોંધાયો હતો આમ રાત્રિ દરમિયાન સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી હતી. જોકે શુક્રવારના દિવસભર પણ ઠેર ઠેર વરસાદી ઝાપટાં ઓ યથાવત રહ્યા હતા આકાશમાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે અનેક સ્થળો પર વરસાદી માહોલ જામ્યો હતો જેમાં દાતા વિસ્તારમાં સૌથી વધુ અડધો ઇંચ ઉપર વરસાદ થવા પામ્યો હતો દિવસ ભર વરસાદી માહોલ યથાવત રહેતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી. સાયક્લોનિક સિસ્ટમ અને વરસાદની ધરી ગુજરાત માંથી પસાર થતા વરસાદી માહોલ જામ્યો ગુજરાત રાજ્ય પર સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ અને વરસાદની ધરી ના કારણે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સાયક્લોનિક સિસ્ટમ કચ્છ તરફથી આગળ વધતા ગુજરાત રાજ્ય પરથી વરસાદનું પ્રમાણ થોડાક અંશે ધટશે પરંતુ ફરી એકવાર બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતા આગામી જુલાઈના પ્રથમ સપ્તાહમાં ફરી એકવાર વરસાદ નું જોર વધવાની શક્યતાઓ રહેલી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર