રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા તાલુકામાં વરસાદથી ખેડૂતોના બાજરી અને મગફળીના પાકને ભારે નુકસાન

ડીસા તાલુકામાં વરસાદથી ખેડૂતોના બાજરી અને મગફળીના પાકને ભારે નુકસાન

ડીસા તાલુકામાં અચાનક વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને બાજરી અને મગફળી જેવા ખરીફ પાકોને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોની સ્થિતિ "મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો" તેવી બની છે. આ કમોસમી વરસાદથી આસેડા, ખરડોસણ, માણેકપુરા, નવા લુણપુર, સદરપુર અને તેની આસપાસના ગામોના ખેડૂતોને સૌથી વધુ ફટકો પડ્યો છે. તૈયાર પાક ખેતરોમાં પલળી જતાં તેની ગુણવત્તા બગડી છે અને ઉપજમાં મોટો ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે, જેથી તેઓ આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર