રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | રાધનપુર

રાધનપુર; વાહનોના કાચ પર બ્લેક ફિલ્મ લગાવી દોડતાં વાહન ચાલકો સામે કડક કાર્યવાહી

રાધનપુર; વાહનોના કાચ પર બ્લેક ફિલ્મ લગાવી દોડતાં વાહન ચાલકો સામે કડક કાર્યવાહી
પોલીસે હાથ ધરેલ કાયૅવાહી ના પગલે વાહન ચાલકો મા ફફડાટ વ્યાપ્યો...! પાટણના રાધનપુરમાં બ્લેક ફિલ્મ લગાવેલ વાહનો સામે પોલીસની કડક કાર્યવાહી થી લઇને બ્લેક ફિલ્મ લગાવી પોતાના વાહનો હંકારતા વાહન ચાલકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. રાધનપુરમાં ટ્રાફિક નિયમોની અવગણના કરનાર બ્લેક ફિલ્મવાળા વાહનચાલકો સામે પોલીસ વિભાગે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી. રાધનપુર DYSP તથા પીઆઈના માર્ગદર્શન હેઠળ ગાયત્રી મંદિરથી પોલીસ સ્ટેશન સુધીના માગૅ પર હાથ ધરવામાં આવેલ ખાસ ડ્રાઈવ દરમ્યાન અનેક વાહનોની તપાસ કરી બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી હતી તેમજ નિયમ ભંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસે સ્પષ્ટ કર્યું કે વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશે તો આગામી સમયમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે જેને લીધે બ્લેક ફિલ્મ લગાવી માગૅ પરથી દોડતા વાહન ચાલકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર