રાધનપુરના એક વેપારી સાથે ઓનલાઈન ટાસ્ક પૂર્ણ કરવાના બહાને વધુ વળતરની લાલચ આપી રૂપિયા 18.38 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે રાધનપુર પોલીસ સ્ટેશનમાં પાંચ અજાણ્યા મોબાઈલ ધારકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઓડવાસ, વડિયા ગોડાઉન પાસે રહેતા 36 વર્ષીય મહમદ સલીમ પ્યાર મહમંદ અલ્લારખાભાઈ શેખે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, 22 ઓક્ટોબર 2024થી 8 જાન્યુઆરી 2025 દરમિયાન પાંચ અજાણ્યા મોબાઈલ ધારકોએ તેમને વોટ્સએપ લિંક મારફતે બે અલગ-અલગ ગ્રુપમાં જોડ્યા હતા. આરોપીઓએ તેમને "A92-INDmoney Private Limited Wealth Management" અને "A92-Cheetah Plan Exchange Group" નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા. આ ગ્રુપ્સમાં તેમને ટાસ્ક પૂર્ણ કરી વધુ વળતર મેળવવાની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ જુદી જુદી તારીખોએ અને અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટુકડે ટુકડે કુલ રૂપિયા 18,38,601 ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી. વસાવા સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાયબર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 61(2), 319(2), 318(4), 316(2) તથા આઈ.ટી. એક્ટ કલમ 66(ડી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ પી.વી. વસાવા દ્વારા કરવામાં આવી રહી છે.
રાધનપુરના વેપારી સાથે 18 લાખની છેતરપિંડી પાંચ અજાણ્યા મોબાઈલ ધારકો વિરુદ્ધ ગુનો દાખલ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#radhanpur#Investigation#Police complaint#Cyber crime#Financial fraud#Fraudulent Activities#WhatsApp Groups#Businessman Fraud#Online Scam#BNS Sections#Cyber Police Station#Digital Security Concerns#Victim Awareness
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
8 કલાક પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
