વરસાદ ને ધ્યાનમાં રાખીને પાટણ ફાયર સ્ટેશન ટીમ સંપૂર્ણ રીતે તૈનાત; પાટણ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોની સાથે રેલવે ગરનાળામાં પાણીમાં ભરાતા આ માગૅ બંધ રહેતા સિદ્ધપુર તરફથી આવતા વાહન ચાલકોને ૨.૫ કિ.મી ફરીને પસાર થવાની ફરજ પડી હતી. વહેલી સવારથી જ ભારે વરસાદની આગાહી વચ્ચે પાટણમાં ધીમીધારે અને ધોધમાર વરસાદી ઝાપટા વરસતા રહેતા લોકોની ભારે અવરજવર કરતા બજારો પણ સુમસામ જોવા મળ્યા હતા. શહેરમાં નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાઈ રહેતા હોય ત્યાં પાલિકાની ટીમ દ્વારા વિસ્તારોમાં ફરી જરૂરિયાતો અંગે મદદ ગ્રુપ બનવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. શહેરની દત્તાત્રેય,મિનળ પાર્ક,માહી સોસાયટી સહિત પદ્મનાભ ચોકડી થી મંદિર તરફ, પદ્મનાભ ચોકડીથી યશ ઘામ ફ્લેટ તરફ પીતાંબર તળાવ ની આજુબાજુના છાપરા હાશાપુર ડેરી ની બાજુમાં આવેલા છાપરા,ધનાવાડા છાપરા,રામનગરના નીચાણ વાળા વિસ્તાર માખણીયા પરા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા.જોકે લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા ના હોય પરિવારોએ રાહત અનુભવી હતી. પરંતુ દિવસ ભર આ વિસ્તારના લોકોને અવર-જવર કરવામાં ભારે હાલાકી ભોગવી પડી હતી. હાઈવે વિસ્તારો તેમજ નીચાણવાળી સોસાયટીમાં રસ્તાઓ પર ભરાયેલા પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા ૨૦ એચપી ના પંપ મારફતે કેનાલમાં પાણી નિકાલ કરવાનું શરૂ કર્યું હતું. માહી સોસાયટીમાં ટ્રેક્ટર ના પંપ મારફતે પાણીનો નિકાલ કર્યો હતો.વરસાદ ને ધ્યાનમાં રાખીને પાટણ ફાયર સ્ટેશન ઓફિસર સ્નેહલ મોદીએ જણાવ્યું હતું કે પાટણ ફાયર વિભાગની ટીમના ૧૧ કર્મચારી સ્ટેન્ડ બાય છે હાલમાં બે બોટ,૧૫ નંગ લાઈવ જેકેટ,૧૦ નંગ લાઈવ રિંગ ઇમર્જન્સી, લાઈટ, મોટા રસા સાથે તૈનાત કરાઈ છે.સ્થળાંતર કરવા જેવી સ્થિતિમાં ટ્રેક્ટર,જીસીબી, બોટ નો ઉપયોગ કરી લોકોને નજીકના આશ્રય સ્થાનોમાં સુરક્ષિત પહોંચાડવા માટે ટીમ તૈયાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ સોસાયટી વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે પંપો મૂકી નિકાલ કરાયો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Patan City Rainfall#Urban Flood Management#Waterlogging in Low-Lying Areas#3.5 Inches Rain in 24 Hours#Mahi Society Drainage#Padmanabh Chowkdi Diversion#Snehal Modi Fire Officer#Emergency Pump Installation#Tractor Pump Operations
સંબંધિત સમાચાર
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
15 કલાક પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
15 કલાક પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
2 દિવસ પહેલા
