રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં સ્માર્ટ મીટર સામે જનઆક્રોશ: જૂના મીટર બદલવાની કામગીરીનો પ્રજા દ્વારા ઉગ્ર વિરોધ

પાટણમાં સ્માર્ટ મીટર સામે જનઆક્રોશ: જૂના મીટર બદલવાની કામગીરીનો પ્રજા દ્વારા ઉગ્ર વિરોધ

પાટણ શહેરની શેરીઓ અને સોસાયટીઓમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ની ટીમો કોઈપણ જાતની પૂર્વ સૂચના લેખિત નોટિસ કે ગ્રાહકોની માંગણી વગર જ સીધી ઘરો પર ત્રાટકી રહી છે અને ચાલુ કન્ડિશનના જૂના મીટરો કાઢીને પરાણે નવા સ્માર્ટ મીટર ફીટ કરી રહી છે. જેને લઈ લોકોમાં રોષ ભભૂક્યો છે.શહેરમાં કુલ 70,000 કનેક્શનમાંથી હજુ 49,000 ઘરોમાં મીટર બદલવાના બાકી હોઈ,તંત્ર જાણે ઉતાવળમાં હોય તેમ મે મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે પણ આ કામગીરી થોપી રહ્યું છે.

જ્યારે આશ્ચર્યચકિત થયેલા ઘર માલિકો આ સરમુખત્યારશાહીનો વિરોધ કરે છે,ત્યારે સ્થળ પર હાજર સ્ટાફ સરેઆમ ગર્ભિત ધમકીઓ આપતા કહે છે કે, ‘જો અત્યારે મીટર નહીં લગાવવા દો,તો ત્રણ દિવસમાં કાયદેસરની નોટિસ આપી કનેક્શન કાપી નાખીશું.અંધારપટના ડર અને વીજ કંપનીની આ ખુલ્લી દાદાગીરી સામે લાચાર બનેલા પાટણના નાગરિકો ભારે હૈયે અને કમને સ્માર્ટ મીટર સ્વીકારી રહ્યા છે, પરંતુ ગ્રાહકોમાં UGVCLની આ ખુલ્લી મનમાની સામે અંદરખાને ભારે રોષ અને નારાજગીનો લાવા ઉકળી રહ્યો છે.Ugvcl ની આ મનમાનીબિલકુલ સાંખી લેવાય તેવી નથી. લોકશાહીમાં ગ્રાહકને જાણ કર્યા વગર પરાણે સ્માર્ટ મીટર થોપવા અને કાયદાકીય નોટિસની ગર્ભિત ચીમકી આપવી એ સરેઆમ જોહુકમી છે.તંત્રે ધમકાવવાને બદલે પહેલા લોકોને વિશ્વાસમાં લેવા જોઈએ તેવી લોક માગ ઉઠવા પામી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan#smart meters

સંબંધિત સમાચાર