રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝા પાલિકા અને ઊંઝા નગર મહિલા સંગઠન દ્વારા જન જાગૃતિ કાર્યકમ યોજાયો

ઊંઝા પાલિકા અને ઊંઝા નગર મહિલા સંગઠન દ્વારા જન જાગૃતિ કાર્યકમ યોજાયો

ઊંઝા નગરના કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરાયું 

ઊંઝા શહેરમાં આવેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે આજે  ઊંઝા નગરપાલિકા અને ઊંઝા નગર મહિલા સંગઠન દ્વારા આયોજીત સ્વસ્થ આરોગ્ય અને પ્લાસ્ટિક મુક્ત હરિત ઊંઝા નગર નિમિતે જન જાગૃતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઊંઝા નગરપાલિકા અને ઊંઝા મહિલા સંગઠન અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-૨૦૨૬ કચરાના વર્ગીકરણ ઘરમાં અને કાર્યસ્થળે યોગ્ય રીતે થાય તે હેતુથી પ્રમુખ ઊંઝા નગરપાલિકા ક્રીમાબેન પટેલ, ઉપપ્રમુખ અતુલભાઈ નાયક, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અલ્પેશભાઈ પટેલ, ચીફ ઓફિસર જીતુભાઈ પટેલ, મહિલા સમાજ સંગઠનની તમામ બહેનો અને મહાનુભાવોની હાજરીમાં કચરાનું યોગ્ય નિકાલ, વર્ગીકરણ, જવાબદારી વિશે સમજ આપવામાં આવી. મહિલા સંગઠન બહેનો દ્વારા કચરો ફેંકનારાઓ દર્શ્યમાન કરતા નાટક રજૂ કરી આવું ના કરવા માહિતગાર કરવામાં આવ્યા. કચરો નગરપાલિકાની ડોર ટુ ડોરની ગાડીમાજ નાખવો. ગમે ત્યાં ન ફેંકવો. ઘરે,ઓફિસ,લારી, ગલ્લા પર ફરજિયાત ડસ્ટબીન રાખવા સમજ આપવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Unjha

સંબંધિત સમાચાર