રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણના પાલડી નજીક ગમખ્વાર અકસ્માત: ટર્બો ટ્રકની ટક્કરે બાઈક સવાર આશાસ્પદ યુવકનું કરૂણ મોત

પાટણના પાલડી નજીક ગમખ્વાર અકસ્માત: ટર્બો ટ્રકની ટક્કરે બાઈક સવાર આશાસ્પદ યુવકનું કરૂણ મોત

અકસ્માત સજૅનાર ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરી

પાટણ-ડીસા હાઇવે પર જાળેશ્વર પાલડી પાસે ગત મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મૃત્યુ થયું હતું. પાટણ તરફથી ડીસા જઈ રહેલા ટર્બો ટ્રક સાથે જોડાયેલા કન્સ્ટ્રક્શન મશીન સાથે વામૈયા તરફથી પાટણ જઈ રહેલા બાઇક ચાલક આશાસ્પદ યુવાનને ટક્કર  વાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા યુવકને તાત્કાલિક 108 દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવક સરસ્વતી તાલુકાના વામૈયા ગામનો આશરે 21 વર્ષીય ભમરસિંહ ભીખાસિંહ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે.

ભમરસિંહ મોડી રાત્રે પોતાના ગામથી બાઇક લઈને પાટણ તરફ જઈ રહ્યો હતો, ત્યારે જાળેશ્વર પાલડી પાસે આ ઘટના બની હતી. ટ્રકની અડફેટે બાઇક ચાલક રોડ પર પટકાયો હતો, જેના કારણે તેને માથા અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મૃતકના કાકાએ સરસ્વતી પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર,મૃતક ભમરસિંહની આઠ મહિના પહેલા સગાઈ થઈ હતી અને આગામી સમયમાં તેના લગ્ન પણ થવાના હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર