રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા23 ફેબ્રુઆરી, 2026| Super Admin

રવિ સીઝનમાં બટાટાના ભાવો ગગડતા ખેડૂતોની હાલત કફોડી બની

રવિ સીઝનમાં બટાટાના ભાવો ગગડતા ખેડૂતોની હાલત કફોડી બની
બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ બટાકા રૂપી સોનું ઊગાડ્યું પરંતું કોડી ભાવે વેચવા મજબૂર બન્યા  સરકાર બટાકાની નિકાસી કરે અથવા સબસીડી જાહેર કરે તેવી માંગ ઉઠી ઉત્તર ગુજરાતનું ડીસા પંથક રાજ્યભરમાં બટાટાના હબ તરીકે ઓળખાય છે. હાલ અહીં બટાટા કાઢવાનું કામ જોરશોરથી શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ બજારમાં સતત ગગડતા ભાવોને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ ડગમગી ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ડીસા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રવિ સીઝનમાં બટાટાનું વાવેતર નોંધપાત્ર રીતે વધ્યું છે. ખાસ કરીને છેલ્લા ત્રણ સીઝનમાં કુદરતી કહેરને કારણે મગફળી સહિતના પાકમાં ભારે નુકસાની ભોગવનાર ખેડૂતો આ વર્ષે બટાટામાંથી આવક મેળવી શકાશે તેવી આશા રાખી બેઠા હતા. પરંતુ સીઝનની શરૂઆતથી જ બટાટાના ભાવમાં ઘટાડો નોંધાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ વેપારીઓ દ્વારા ૧૨૦થી ૧૮૦ રૂપિયાની આસપાસનો ભાવ આપવામાં આવી રહ્યો છે, જે ખેડૂતોના ખર્ચ સામે અત્યંત ઓછો ગણાય છે. સારા ઉત્પાદન અને ઊંચા ભાવની અપેક્ષા સાથે ખેડૂતોે રાસાયણિક ખાતરો, કીટનાશક દવાઓ અને મજૂરી પાછળ મસમોટો ખર્ચ કર્યો હતો.જેની સરખામણી એ હાલ મળતા ભાવ મુજબ એક વિઘા થી ખેડૂતોને ૮ થી ૧૦ હજાર ની નુકશાની વેઠવી પડી રહી છે એકંદરે એક વિધા માંથી રૂ.૬૦,૦૦૦થી ૬૫,૦૦૦ જેટલી આવક થાય તેમ છે, જ્યારે બટાટાના પાક પાછળનો કુલ ખર્ચ રૂ.૭૦,૦૦૦થી ૭૫,૦૦૦ સુધી પહોંચ્યો છે. પરિણામે  વધુનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. “બટાટા વેચવા કે સંગ્રહ કરવો” જેવી પરિસ્થિતિ સર્જાતાં ખેડૂતોમાં ભારે ચિંતા અને મૂંઝવણ જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે ખાતરો, દવાઓ અને મજૂરીના દરમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી. સરકાર અને સંબંધિત તંત્રે યોગ્ય ટેકો આપીને બજારમાં યોગ્ય ભાવ સુનિશ્ચિત કરે તેવી માંગ ઉઠી રહી છે.ખેડૂતો એ શિયાળા ની ઠંડી વચ્ચે મહા મહેનતે ખેતરમાં સોનું ઊગાડવા છતાં બજારમાં કોડી મળતી હોવાની સ્થિતિએ ઉત્તર ગુજરાતના ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. જો આવનારા દિવસોમાં ભાવ સુધરશે નહીં તો અનેક ખેડૂતો માટે આર્થિક સંકટ વધુ ઘેરું બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. કોન્ટેક્ટ પધ્ધતિથી કંપનીનું વાવેતર કરેલ બટાટા લેવા કંપનીઓના ગલ્લા-તલ્લા ડીસા સહિત દિયોદર લાખણી પંથકના વિસ્તારોમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી વાવેતર કરાયેલા બટાટાની ખરીદી મુદ્દે કંપનીઓના ગલ્લા તલ્લા સામે આવ્યા છે. અગાઉથી કરાર આધારે બટાટાનું વાવેતર કર્યું હતું, પરંતુ પાક તૈયાર થતાં કંપનીઓ દ્વારા સમયસર ન લઇ જવાની ફરિયાદો ઉઠી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કરારમાં નક્કી કરેલા દરે ખરીદી કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હાલ બજારભાવ ઘટતા કંપનીઓ વિવિધ બહાના બતાવી ખરીદી ટાળી રહી છે. પરિણામે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે. ખેડૂતોે સંબંધિત તંત્રને હસ્તક્ષેપ કરી કંપનીઓને કરાર મુજબ ખરીદી કરવા દિશા-નિર્દેશ આપવાની માંગ કરી છે. જિલ્લામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતો માટે સરકારે હિતલક્ષી નિર્ણય લેવો જોઈએ બનાસકાંઠામાં ચાલુ સાલે ૬૪૯૪૮ હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે એટલે કે અંદાજિત ૨,૫૯,૭૯૨ વીધામાં બટાકાનું વાવેતર થયું છે. જેમાં કંપનીના બટાકા બાદ કરતા પણ લાખો હેક્ટરમાં ખાવાના બટાકાનું વાવેતર થયું છે જે બટાકામાં હાલ અંદાજિત રૂ.૩૦૦ કરોડ ઉપરાંતનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. જો આટલુ મોટું નુકસાન થાય તો ખેડૂતો દેવાદાર બની જશે. અને આ દેવામાથી બહાર આવવું ખેડૂતો માટે મુશ્કેલી બની જશે ત્યારે ખેડૂતોની સરકારએ ખેડૂતોમાં હિતલક્ષી નિર્ણય લેવું જોઈએ. ડીસા પંથકમાં છેલ્લા ત્રણ સીઝન થી ખેડૂતોને ખેતીના પાકોને નુકસાન થયું ચાલુ સાલે ચોમાસામાં ડીસા પંથકના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું અને કાઢવાના સમય સતત વરસાદ પડતા મગફળીમાં મોટુ નુકસાન થયું હતું. અને હાથમાં આવેલું કોળિયો છીનવાઈ ગયું હતું. ત્યારે બટાકામાં હાલ એક તરફ ઉત્પાદન ઊંચું અને ભાવ ના મળતા ખેડૂતોને બીજી સીઝનમાં પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.  

સંબંધિત સમાચાર