રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણામાં પ્રદૂષણનો પ્રકોપ: ઝેરી હવાથી પરેશાન ગ્રામજનોની આત્મવિલોપનની ચેતવણી

મહેસાણામાં પ્રદૂષણનો પ્રકોપ: ઝેરી હવાથી પરેશાન ગ્રામજનોની આત્મવિલોપનની ચેતવણી

મહેસાણા જિલ્લાના મરેડા અને તેની આસપાસના ૪ થી ૫ ગામોમાં છેલ્લા ચાર વર્ષથી પ્રદૂષણની સમસ્યાએ માઝા મૂકી છે. ફેક્ટરીઓમાંથી નીકળતા કેમિકલયુક્ત અને ઝેરી ધુમાડાના કારણે સ્થાનિક રહીશોનું જીવવું દુષ્કર બની ગયું છે. તંત્રની ઘોર ઉપેક્ષા સામે હવે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે અને તેમણે ઉગ્ર આંદોલન તેમજ આત્મવિલોપન સુધીની ચીમકી ઉચ્ચારી દીધી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, હવામાં ફેલાઈ રહેલા ઝેરી તત્વોના કારણે ગામ આખામાં બીમારીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. સ્વાસ્થ્ય પર અસરો: લોકોને શ્વાસ લેવામાં તકલીફ, સતત શરદી-ઉધરસ અને અસહ્ય માથાના દુખાવા જેવી ગંભીર સમસ્યાઓ રોજબરોજની બાબત બની ગઈ છે. 

માસૂમો અને પશુઓ અસુરક્ષિત છે, આ ઝેરી હવાની સૌથી માઠી અસર નાના બાળકો, મહિલાઓ તેમજ અબોલ પશુ-પક્ષીઓના સ્વાસ્થ્ય પર પડી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ છે. ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ છે કે તેઓ આ ગંભીર સમસ્યા અંગે છેલ્લા ચાર વર્ષથી સતત લડત ચલાવી રહ્યા છે. સ્થાનિક કક્ષાએ તલાટી, મામલતદાર, કલેક્ટરથી લઈને છેક રાજ્યના મુખ્યમંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી કે પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

સ્થાનિકોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા છે. ગ્રામજનોએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે, અધિકારીઓ મોટી રકમો (રૂપિયા) લઈને નિયમોને નેવે મૂકી પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓને પરમિશન આપી રહ્યા છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જનતાની ફરિયાદો સાંભળવાને બદલે ઉદ્યોગપતિઓની વહારે જતું હોય તેવો ઘાટ સર્જાયો છે. લાંચ ગામનો રહીશોએ કાંતો પ્રદૂષણ દૂર કરો, નહીં તો અમને આત્મવિલોપનની મંજૂરી આપો!"ની માંગ ઉચ્ચારી છે.

જોકે આ બાબતે સ્થાનિક મહિલા આગેવાન ગીતાબેન ચૌધરી આરપારની લડાઈ: આત્મવિલોપનની ચીમકી આપતા જણાવ્યું હતું કે હવે પાણી માથા પરથી પસાર થઈ ચૂક્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ફેક્ટરીઓના જોખમી વાતાવરણ વચ્ચે રિબાવા કરતાં મોત વહાલું કરવા લોકો મજબૂર બન્યા છે. સ્થાનિક મહિલા અગ્રણી ગીતાબેન ચૌધરીએ મહિલાઓ વતી ઉગ્ર આક્રોશ ઠાલવતા સરકારને સ્પષ્ટ સંભળાવી દીધું છે કે, જો વહેલી તકે આ ઝેરી હવાનો આતંક બંધ કરાવવામાં નહીં આવે, તો તેમને આત્મવિલોપન કરવાની મંજૂરી આપવામાં આવે. આ ચીમકી બાદ મહેસાણા જિલ્લા તંત્ર દોડતું થાય છે કે પછી હંમેશની જેમ આંખ આડા કાન કરીને કોઈ મોટી હોનારતની રાહ જોવે છે, તે જોવાનું રહ્યું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર