વારાહીમાં સરપંચની ચૂંટણીના રાજકીય વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું

ત્રણ શખ્સોએ એક શખ્સ ઉપર હુમલો કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ
વારાહીમાં સરપંચની ચૂંટણીના રાજકીય વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ૨૪ વર્ષીય મોહમંદ મુનિરખાન મલેક પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો છે. મુનિરખાન જ્યારે પોતાની મોટરસાયકલ રિપેરિંગ માટે વારાહી નેશનલ હાઈવે પરના હીરો શો રૂમ તરફ જઈ રહ્યા હતા, ત્યારે બે બાઇક પર આવેલા ત્રણ શખ્સો પૈકીના આસિફખાન ઉર્ફે માયા રસુલખાન મલેક, આબીદખાન રસુલખાન મલેક અને મોઈનખાન રહીમખાન મલેકનાઓએ સરપંચની ચૂંટણીમાં
વિરોધ કરવા બદલ મુનિરખાન સાથે ઝઘડો કરી આબીદખાને લોખંડના સળિયા વડે મુનિરખાનના બંને હાથના કાંડા પર પ્રહાર કર્યો હતો. જયારે આસિફખાન અને મોઈનખાને મોટરસાયકલની ચેનથી તેમની પીઠ પર માર માર્યો હતો.આ હુમલા દરમિયાન આરોપીઓએ પીડિતનો વીડિયો અને ફોટા પાડી તેમણે અશ્લીલ ભાષાનો ઉપયોગ કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનામાં પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો પણ ભંગ થયો હોય વારાહી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સંબંધિત સમાચાર
પાટણસિધ્ધપુર-મહેસાણા હાઈવે પરથી કારના ૫ ગુપ્તખાનામાંથી ઝડપાયો વિદેશી દારૂ; ખોટી નંબર પ્લેટનો પર્દાફાશ
18 કલાક પહેલા
પાટણસરસ્વતીના ખોડાણા ગામની દીકરીએ CRPF ટ્રેનિંગ કરી પૂર્ણ, વતન આગમન પર ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું
18 કલાક પહેલા
પાટણપાટણમાં શ્રાવણના અંતિમ સોમવારે કાવડયાત્રા નીકળી
19 કલાક પહેલા
પાટણપાટણના સાંઈબાબા નગર સોસાયટીમાં ગટરના પ્રશ્ને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલનું કડક અલ્ટીમેટમ
19 કલાક પહેલા
