રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વાવમાં IPL સટ્ટાબાજી પર પોલીસનો દરોડો : PDMEXCH આઈડી દ્વારા ઓનલાઈન જુગાર ચલાવતા બે ઝડપાયા

વાવમાં IPL સટ્ટાબાજી પર પોલીસનો દરોડો : PDMEXCH આઈડી દ્વારા ઓનલાઈન જુગાર ચલાવતા બે ઝડપાયા

વાવ પોલીસે IPL-2026 ક્રિકેટ મેચ પર ચાલતા ઓનલાઈન સટ્ટાબાજીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. દરોડા દરમિયાન રૂ. 5 લાખથી વધુનું ઓનલાઈન ક્રેડિટ બેલેન્સ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરાયો છે.વાવ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી બાતમીના આધારે વાવ ટાઉનના રાઠોડવાસ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં લખનઉ અને બેંગલોર વચ્ચેની T-20 મેચ પર ઓનલાઈન સટ્ટો રમાઈ રહ્યો હતો.

આરોપીઓ PDMEXCH નામની ક્રિકેટ આઈડી લિંકનો ઉપયોગ કરીને મોબાઈલ ફોન દ્વારા જુગાર ચલાવતા હતા. પોલીસે જુગારની આઈડીમાં રહેલું રૂ. 5,25,675નું ક્રેડિટ બેલેન્સ, પાંચ મોબાઈલ ફોન અને એક લેપટોપ સહિત કુલ રૂ. 36,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે લુણસેલા ગામના સંજય બ્રાહ્મણ અને વાવ રાઠોડવાસના ભીખા રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર