રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | સિદ્ધપુર

સિદ્ધપુરમાં જુગારધામ પર ત્રાટકી પોલીસ, રોકડ રકમ સાથે ૬ શખ્સો જેલહવાલે

સિદ્ધપુરમાં જુગારધામ પર ત્રાટકી પોલીસ, રોકડ રકમ સાથે ૬ શખ્સો જેલહવાલે

 સિધ્ધપુર પોલીસે રોકડ રકમ,મોબાઈલ ફોન સહિત જુગાર સાહિત્ય કબજે કરી કાર્યવાહી હાથ ધરી

સિધ્ધપુર પોલીસે સિધ્ધપુર શહેરની એ વન હોટલની ગલીમા રહેતા યુસૂફભાઇ હનીફભાઇ પઠાણ નાઓના ઘરની સામે આવેલ વિજળીના થાભલા પાસે લાઈટના અજવાળે રોડની સાઇડમા ખુલ્લી જગ્યામાં બેસી ગંજીપાનાથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડાતો હોવાની મળેલી હકિકત આધારે ઉપરોક્ત જગ્યાએ ટીમ સાથે રેઇડ કરી કુલ -૦૬ આરોપીઓને રોકડ રકમ રૂ.૨૮,૧૦૦ તથા મોબાઇલ નંગ-૦૫ મળી કુલ કિ. રૂ. ૩૦,૦૦૦ અને જુગાર રમવાના સાહીત્ય સાથે તમામ જુગારીઓને ઝડપી તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સિધ્ધપુર પોલીસની જુગારધામ પરની ઓચિંતી રેઈડ દરમ્યાન ઝડપાયેલા જુગારીઓમા સિધ્ધરાજજી રામજી ઠાકોર,સની રમેશભાઇ ઠાકોર,આસીફ અબ્દુલભાઇ શેખ,નાગજીજી જવાનજી ઠાકોર,વસીમ ઉર્ફે જોન્ટી યૂસુફભાઇ નાગોરી અને કિરણજી દલાજી ઠાકોર તમામ રહે- સિધ્ધપુર વાળા હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Siddhpur#gambling

સંબંધિત સમાચાર