રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ10 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણના સરહદી સાંતલપુર તાલુકાના સરપંચો સાથે પોલીસ દ્વારા પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

પાટણના સરહદી સાંતલપુર તાલુકાના સરપંચો સાથે પોલીસ દ્વારા પરિસંવાદ કાર્યક્રમ યોજાયો
પોલીસ ની કામગીરીથી સરપંચોને ઈન્ચાર્જ એસપી દ્રારા વાકેફ કરાયા; પાટણ જીલ્લાના સરહદી વિસ્તારના સાંતલપુર તાલુકાના સરપંચો સાથે સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે રવિવારે પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના સરપંચ-પોલીસ વચ્ચે યોજાયેલ પરિસંવાદ કાર્યક્રમમા I/C પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરીએ પાટણ જીલ્લા પોલીસની કામગીરી વિશે માહીતી આપવામાં આવેલી તેમજ સરહદી વિસ્તારના અંતરિયાળ ગામોમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબુત રીતે જળવાઇ રહે અને મહિલા અત્યા ચારના બનાવો તેમજ હાલમાં વધી રહેલ સાયબર ક્રાઇમના બનાવો બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ અને પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત સી-ટીમ દ્વારા મહિલા જાગૃતિ બાબતે કરવામાં આવતા કાર્યક્રમો તેમજ કરવામાં આવતીકામગીરી,પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા સાયબર ક્રાઇમ લગતના ગુનાઓ અટકાવવા માટે કરવામાં આવતા જાગૃતિ માટેના કાર્યક્રમો તેમજ આવા ગુનાઓ કઈ રીતે અટકાવી શકાય અને આવા બનાવો બની ગયા બાદ શુ કાર્યવાહી કરવી તે બાબતે વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી. તેમજ સરકારના “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ મિલકત સબંધી ગુનાઓમાં ચોરાયેલ મિલકતો શોધી અરજદારોને પરત કરવામાં આવે છે તે બાબતે પણ વિસ્તૃત માહીતી આપવામાં આવી તેમજ ભારત સરકારના હાલમાં નવા અમલીકરણ થયેલ કાયદા જેમા ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બાબતે જરૂરી માર્ગદર્શન આપી કાયદો અને વ્યવસ્થા લગતના ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવતા અલગ અલગ કાર્યક્રમો બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ તથા અંતરિયાળા ગામોમાં આંતરિક સુરક્ષા વધારે મજબુત કેવી રીતે બનાવી શકાત તે માટે સરપંચો સાથે તંદુરસ્ત ચર્ચા કરવામાં આવેલ અને તેઓના પણ અભિપ્રાય મેળવવામાં આવેલા. આમ ગ્રામ્ય કક્ષાએ કાયદો અને સુરક્ષા વધુ મજબુત બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ હતી.

સંબંધિત સમાચાર