રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | વડગામ

વડગામ પોલીસે ગણતરીના કલાકો માં ચોરીનો ભેદ ઉકેલ્યો

વડગામ પોલીસે ગણતરીના કલાકો માં ચોરીનો ભેદ ઉકેલ્યો
વડગામ માં બંધ મકાન માંથી ૧૪ લાખના દાગીના ની ચોરી કરનાર તસ્કર ને પોલીસે દબોચ્યો પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો, તસ્કર વડગામનો વતની નીકળ્યો; બનાસકાંઠાના તાલુકા મથક વડગામ માં ગુરુવાર રાત્રે એક બંધ મકાન ને નિશાન બનાવી ૧૪ લાખ ની મત્તા ઉઠાવી જનાર ઇસમ ને વડગામ પોલીસે ગણતરી ના કલાકો માં દબોચી ચોરી ને અંજામ આપનાર ઇસમ ને જેલ હવાલે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વડગામની સરસ્વતી સ્કૂલ સામે રહેતા મનીષાબેન યુધિષ્ઠરભાઈ દુર્ગાશંકર રાઠી ના બંધ મકાન ના લોખંડના દરવાજા નું પતરું તોડી ગુરુવાર રાત્રે અજાણ્યા ચોર ઇસમે ઘરમાં પ્રવેશ કરી ઘરમાં ડબ્બા માં મુકેલ સોનાના દાગીના ભરેલ ડબ્બો ઉઠાવી ગયો હતો. આ બાબતે ફરિયાદી એ વડગામ પોલીસ મથકે શુક્રવારે ફરિયાદ નોંધાવતા વડગામ પીઆઇ નિલેશભાઈ સોલંકી, હે.કો. યાજ્ઞિકભાઈ, હેમંતભાઈની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હ્યુમન સોરસીસ તેમજ ટેક્નિકલ સોર્શીસ ની મદદ થી આરોપી ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી ચોરી નો તમામ મુદ્દામાલ કબજે લઈ આરોપી વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે વડગામ માં થયેલ ૧૪ લાખની ઘરફોડ ચોરીનો કલાકો માં ભેદ ઉકેકતા વડગામ સહિતના પંથક માં પોલીસની પ્રશંસા થઈ રહી છે. પકડાયેલ આરોપી; લાલસિંહ ઉર્ફે અપ્પુ પ્રતાપસિંહ સોલંકી રહે.વડગામ જિલ્લો બનાસકાંઠા
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર