રાધનપુરના પેદાશપુરામાં દેશી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ

ગ્રામજનોએ પોલીસની હાજરીમાં 70-80 કેરબા દારૂ-વોશનો નાશ કર્યો
રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામે ગ્રામજનોએ પોલીસને સાથે રાખી દેશી દારૂના અડ્ડાઓ પર 'જનતા રેડ' કરી હતી.આ કાર્યવાહી દરમિયાન દારૂ અને દારૂ બનાવવાના વોશના અંદાજે 70 થી 80 કેરબાનો નાશ કરવામાં આવ્યો હતો. ગામમાં દેશી દારૂના વેચાણ અને ઉત્પાદનના દુષણને રોકવા માટે ગ્રામજનો સંગઠિત થયા હતા. તેમણે પોલીસ તંત્રનો સહયોગ મેળવી ગામમાં ચાલતા વિવિધ દારૂના અડ્ડાઓ પર અચાનક દરોડા પાડ્યા હતા.જનતા રેડ દરમિયાન સ્થળ પરથી દેશી દારૂ અને વોશ ભરેલા 70 થી 80 જેટલા કેરબા મળી આવ્યા હતા. યુવાનોને આ દૂષણથી બચાવવાના હેતુથી ગ્રામજનો અને પોલીસે સંયુક્ત રીતે આ સમગ્ર જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ કાર્યવાહીના પગલે ગામમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ ચલાવનારા અસામાજિક તત્વોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
7 કલાક પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
