વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નાગરિક કલ્યાણ લક્ષી અભિગમની પ્રેરણાથી દેશભરમાં શરૂ થયેલા જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. તા. ૦૧ જુલાઈથી ૩૦ સપ્ટેમ્બર એટલે કે ત્રણ માસ સુધી ચાલનારા આ અભિયાન અન્વયે નાગરિકોના સુરક્ષિત, સુખી અને ગરિમાપૂર્ણ જીવન માટેની વિવિધ જન સુરક્ષા યોજનાઓના લાભ તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવાના અભિગમ સાથે આ અભિયાનનો પ્રારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં લીડ બેંક અને બેંક ઓફ બરોડાના બનાસકાંઠા ક્ષેત્રના પ્રદેશ વ્યવસ્થાપક જગદીશ મહેરચંદાનીની અધ્યક્ષતામાં પાલનપુર તાલુકાના આકેસણ ગામ ખાતેથી અભિયાનનો પ્રારંભ કરાયો હતો. જે અંતર્ગત ગ્રામજનોને જનધન ખાતા, સુરક્ષા વીમા યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના, સાઇબર ફ્રોડથી બચાવ અને રી-કેવાયસી અંગે માહિતી આપવામાં આવી હતી.
બનાસકાંઠામાં આગામી ત્રણ મહિના સુધી જન સુરક્ષા યોજનાઓના લાભ અંગે લોકોને જાગૃત કરાશે

ટેગ્સ:#Prime minister Narendra Modi#Banaskantha District#Palanpur Taluka#Akesan Village#Citizen Welfare#Beneficiary Outreach#Jan Suraksha Saturation Abhiyan#Public Security Schemes#Campaign Duration#Cyber Fraud Protection#Re-KYC Awareness
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
